આજકાલ અલ્લુ અર્જુનની સુપર ડુપર ફિલ્મ પુષ્પા ફિલ્મનો ફિવર સૌઇ કોઇના માથા પર સવાર છે. તેના ડાયલોગથી લઇને તેના ગીતો હોય કે પછી ગીતોના ડાન્સ સ્ટેપ હોય તમામે દર્શકોના દિલને એટલા તો જીતી લીધા છે કે સોશિયલ મીડિયા પર હાલમાં પુષ્પાની જ ધૂમ છે. કોઇ શ્રીવલ્લી ડાન્સ સ્ટેપ પર શોટ્સ વીડિયો બનાવી રહ્યું છે તો કોઇ મે ઝુકેગા નહીં સાલા ડાયલોગ પર શોટ્સ બનાવી રહ્યું છે. ક્રિકેટર ડેવિડ વોર્નર, રવિન્દ્રસિંહ જાડેજા પણ તેમાંથી બાકાત નથી. ગ્રેટ યૂટ્યુબ ક્રિએટર આદર્શ નંબર વને પણ શ્રીવલ્લી ડાન્સ સ્ટેપ પર શાનદાર શોટ્સ ક્રિએટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે.
બાળકો પણ ફિલ્મથી એટલા પ્રભાવિત છે કે તેના પર વીડિયો બનાવી રહ્યા છે. એટલું નહીં કોઇએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ શ્રીવલ્લી ગીત પરનું એક એનિમેશન તૈયાર કરીને વાયરલ કરી દીધું છે, આવો જોઇએ આ વીડિયોમાં બેસ્ટ શ્રીવલ્લી શોટ્સ ક્રિએશન, જે સોશિયલ મીડિયા પર મચાવી રહ્યા છે ધૂમ..