નવા વર્ષના પ્રથમ દિવસે Japan ના ઇશિકાવામાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. જાપાનના હવામાન વિભાગે જણાવ્યું છે કે સોમવારથી અત્યાર સુધીમાં ત્યાં 155 ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંચકાની તીવ્રતા 3.4 થી 4.6ની વચ્ચે હતી.
વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક ઘણો વધારે છે. દરેક જગ્યાએ આગ લાગી છે, 100 ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે. Japan ના સંરક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સેનાના એક હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ભારતીય દૂતાવાસે ભૂકંપ પીડિતોની મદદ માટે ઈમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ વ્યક્તિ અહીં આવીને મદદ માંગી શકે છે. અગાઉ, દૂતાવાસે ઈ-મેલ આઈડી અને નંબર પણ જાહેર કર્યા હતા.

ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ભૂકંપના કારણે મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને અસરગ્રસ્ત સ્થળોએ ડોક્ટરો પહોંચી શક્યા નથી. જાપાની એરફોર્સના હેલિકોપ્ટર હવે ડોકટરોને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે. જાપાનમાં સોમવારે આવેલા ભૂકંપ બાદ સુનામીની શક્યતા જાહેર કરવામાં આવી હતી. વાજીમા નગરમાં લગભગ 4 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. જો કે સરકારે મંગળવારે સવારે સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી હતી. દરિયા કિનારે રહેતા લોકોને હાલમાં ઘરે પરત ન ફરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દ્વારકામાં ગુજરાત ભારતનું પ્રથમ સબમરીન પ્રવાસન રજૂ કરશે