સૌથી પહેલા તો દેશનો સૌથી મોટો LICનો IPO આગામી માર્ચ મહિનામાં આવી શકે છે. જેનો ભાવ 2 હજાર હોવાની સંભાવના છે. કંપની તેનાથી 65 હજાર કરોડ રૂપિયા મેળવશે.
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન LICએ 13 ફેબ્રુઆરી 2022માં માર્કેટ રેગ્યુલેટર SEBIને IPOનો મુસદ્દો એટલે કે DRHP જમા કરાવી દીધો છે. જે અનુસાર લગભગ 31.6 કરોડ એટલે કે 5 ટકા શેર કંપની વેચશે. જેમાં કર્મચારીઓ અને પોલીસી હોલ્ડર્સને ડિસ્કાઉન્ટ મળશે.
પોલીસી હોલ્ડર્સ માટે 10 ટકા શેર રિઝર્વ રહેશે
DRHP અનુસાર રિઝર્વેશન હેઠળ LIC પોલિસી હોલ્ડર્સ માટે 10 ટકા શેર રિઝર્વ રાખશે. બની શકે શકે છે તેમને શેરના ભાવમાં 5 ટકા ડિસ્કાઉન્ટ મળી જાય. શેરમાર્કેટમાં રોકાણ કરનારી દેશની સૌથીમોટી સરકારી સંસ્થા છે. જે જન જન સુધી પહોંચેલી છે. ભારતીય શેરમાર્કેટમાં LICનો લગભગ 3.67 ટકા હિસ્સો છે.