પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BRICS 2024 માં ભાગ લેવા મંગળવારે રશિયાના કઝાન શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવ્યા હતા.
BRICS 2024 માં પુતિને કહ્યું, “અમારા સંબંધો એટલા સારા છે કે તમે અનુવાદક વિના હું જે કહું તે તમે સમજો છો.” આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ યુક્રેન યુદ્ધ પર ભારતનું વલણ જાળવી રાખ્યું હતું. તેમણે કહ્યું, “દરેક સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. રશિયા-યુક્રેન યુદ્ધ માત્ર વાતચીતથી જ અટકશે. ભારત સંઘર્ષને ઉકેલવામાં તમામ મદદ કરવા તૈયાર છે.”
PM મોદી BRICS સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝકિયાને મળ્યા હતા. ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદી સાથે પજશ્કિયાનની આ પહેલી મુલાકાત છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી ગયો છે.
આ પહેલા PM મોદી જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે લાડુ અને બ્રેડ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીં NRIને પણ મળ્યા હતા. આ પછી, કઝાનની હોટલ પર પહોંચીને તેણે ભારતીય પોશાક પહેરીને રશિયન કલાકારોનો ડાન્સ પણ જોયો.
આ પણ વાંચો: Dharma Productions: હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લીધી એન્ટ્રી!
23 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. બંને નેતાઓ 2 વર્ષ બાદ મળશે. 2020 માં ગલવાન અથડામણ પછી સંબંધોમાં તણાવ પછી આ પ્રથમ વખત હશે જ્યારે મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ માહિતી આપી.