ગુજરાતના આણંદમાં Bullet Train માટે બનાવવામાં આવી રહેલા ટ્રેકનું નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. પુલના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની માહિતી મળી છે.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી. હા. જસાણીએ જણાવ્યું કે, વાસદ પાસે Bullet Train નો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, જેમાં લોખંડની જાળી પડી જવાથી ત્રણથી ચાર મજૂરો દટાયા હોવાની માહિતી મળી હતી. ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચો: Tehran: આ દ્રશ્ય પાછળની શું છે વાસ્તવિક્તા?
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, “મહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર આજે સાંજે ત્રણ મજૂરો કોંક્રીટના બ્લોક વચ્ચે ફસાઈ ગયા હતા. ક્રેન્સ અને જેસીબી મશીનોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. એક મજૂરને બચાવી લેવામાં આવ્યો છે. અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.”
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટમાં ગુજરાતનો 352 કિમી અને મહારાષ્ટ્રનો 156 કિમીનો સમાવેશ થાય છે. મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને સાબરમતી એમ કુલ 12 સ્ટેશન બનાવવાની યોજના છે.
બુલેટ ટ્રેન કોરિડોર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ માહિતી આપતા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ જણાવ્યું હતું કે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબો પુલ તાજેતરમાં જ પૂર્ણ થયો છે. આ સાથે 12 બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે.