આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. જો કે ઈઝરાયેલની એજન્સી મોસાદ પણ તેના દુશ્મનોને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે જાણીતુ છે, શું તમે જાણો છો કે આ અગાઉ પણ તેણે 20 વર્ષ બાદ પોતાનો બદલો પૂર્ણ કર્યો હતો. જ્યારે ઇઝરાયેલના 11 ખેલાડીઓને આતંકીઓએ મારી નાખ્યા હતા.
આતંકી સંગઠન હમાસે ફરી એકવાર ઇઝરાયેલ પર હુમલો કર્યો છે,,, જો કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો વિવાદ લગભગ 100 વર્ષ જુનો છે,,, જો કે ઈઝરાયેલની એજન્સી મોસાદ વિશે આખી દુનિયા જાણે છે કે આ એજન્સી પોતાના દુશ્મનોને મારી નાખે છે અને આગળ પણ આવતી નથી, એટલે કે તે ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. આ માટે આપણે 1972ની ઘટનાને યાદ કરવી પડે.
5 સપ્ટેમ્બર, 1972ની આ ઘટના છે, જર્મન શહેરમાં મ્યુનિક ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ, તેમાં ભાગ લેવા ઇઝરાયલના ખેલાડીઓ પણ આવ્યા હતા. ત્યારે રમતવીરોના પોશાકમાં આઠ પેલેસ્ટિનિયન આતંકવાદીઓ પણ પ્રવેશી ગયા. જો કે ઈઝરાયેલની કુસ્તી ટીમના કોચ મોસેસ વેઈનબર્ગને તેમના પર શંકા જતા તેમણે ચાકુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી. ગોળીનો અવાજ સંભળાતા જ ત્યાં અંધાધૂંધી મચી ગઈ. જેના કારણે કેટલાક ખેલાડીઓ ભાગી ગયા. જ્યારે બેના ઘટનાસ્થળે જ મોત થયા અને 9 જેટલા ખેલાડીઓને આતંકવાદીઓએ પકડી લીધા. ત્યારબાદ તેમણે જર્મન સરકાર પાસે ઇઝરાયેલની જેલમાં બંધ 200થી વધુ પેલેસ્ટિનિયન આતંકવાદીઓને મુક્ત કરવાની માંગ કરી. આતંકવાદીઓએ આ ઓપરેશનને ‘બ્લેક સપ્ટેમ્બર’ નામ આપ્યું હતું.
1972માં મ્યુનિકમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન
રમતવીરોના પોશાકમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ પ્રવેશ્યા
પેલેસ્ટિનિયન આતંકીઓનું ઓપરેશન ‘બ્લેક સપ્ટેમ્બર’
ગોળીનો અવાજ સંભળાતા જ મચી અંધાધૂંધી
2 ખેલાડીઓના મોત, 9 ઝડપાયા હતા
જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની માંગ કરી હતી
મહત્વનું છે કે,જર્મન સરકારે ઇઝરાયલ સાથે વાત કરી પરંતુ તેના વડાપ્રધાન ગોલ્ડા મેયરે જેલમાં બંધ આતંકવાદીઓને મુક્ત કરવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ દબાણ બનાવવા માટે, આતંકવાદીઓએ પહેલાથી જ માર્યા ગયેલા બે ખેલાડીઓના મૃતદેહ નીચે ફેંકી દીધા. જર્મની ઇચ્છતું હતું કે મામલો ઉકેલાય પરંતુ ઇઝરાયલના ઇનકાર બાદ તેણે આતંકવાદીઓની એક શરત સ્વીકારી કે તેઓ બંધક ખેલાડીઓ સાથે સુરક્ષિત રીતે બહાર નીકળવા માગે છે. તેમને બસ આપવામાં આવી. જેમાં આતંકવાદીઓ ખેલાડીઓ સાથે એરપોર્ટ જવા રવાના થયા હતા, પરંતુ જર્મન પોલીસને પણ બંધકોને છોડાવવા માટે સૂચના આપવામાં આવી હતી. જ્યારે આતંકવાદીઓએ સશસ્ત્ર પોલીસ વાહનોને જોયા ત્યારે તેઓ ગભરાઈ ગયા અને તેમણે તમામ ખેલાડીઓને મારી નાખ્યા. જો કે જર્મન પોલીસે કેટલાક આતંકીઓને સ્થળ પર જ ઠાર કર્યા અને ત્રણ શકમંદોને પણ ઝડપી પાડ્યા.
ઇઝરાયલનો આતંકીઓને મુક્ત કરવાનો ઈનકાર
જર્મની ઈચ્છતું હતું કે આ મામલો ઉકેલાય
જર્મનીએ આતંકવાદીઓની શરત સ્વીકારી
આતંકવાદીઓએ તમામ ખેલાડીઓને મારી નાખ્યા
ત્યારપછી વર્ષ 1972ના ઓક્ટોબરમાં સીરિયાથી જર્મની આવી રહેલી એક ફ્લાઈટને હાઈજેક કરવામાં આવી અને જર્મનીમાં ધરપકડ કરાયેલા એ ત્રણ આતંકીઓને છોડવાની શરત રાખવામાં આવી. જેમાં જર્મની સંમત થયું અને ત્રણેયને મુક્ત કરી દીધા. આને લઈને ઈઝરાયેેલ ભારે રોષે ભરાયુ. ત્યારબાદ પીએમએ ઓપરેશન- ‘રાથ ઓફ ગોડ’ને મંજૂરી આપી હતી. કોઈ પણ ટાર્ગેટને મારી નાખતા પહેલા મોસાદ દ્રારા આતંકીના ઘરે ગુલદસ્તો મોકલવામાં આવતો અથવા તો અખબારમાં શોક સંદેશો પ્રસિદ્ધ કરાતો.
સીરિયાથી જર્મનીની ફ્લાઈટને કરાઈ હાઈજેક
ત્રણ આતંકીઓને છોડવાની મુકી હતી શરત
જર્મની સંમત થયું, ત્રણેયને મુક્ત કરી દીધા
જેને લઇને ઈઝરાયેેલ ભારે રોષે ભરાયુ
ઓપરેશન- ‘રાથ ઓફ ગોડ’ને મંજૂરી આપી
આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ, ઈઝરાયેલે આ મામલે જવાબી કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે મોસાદને જવાબદારી સોંપવામાં આવી હતી. આ એક ગુપ્તચર મિશન હતું. આનો અર્થ એ થયો કે આતંકવાદીઓને મારીને બદલો લેવાનો હતો અને ઈઝરાયેેલનું નામ પણ લેવાનું ન હતું. આ ઓપરેશનને પૂર્ણ કરવામાં મોસાદને લગભગ 20 વર્ષ લાગ્યા પરંતુ તેણે કોઈને પણ છોડ્યા નહીં. કોઈને ગોળી મારી તો કોઈના ઘરમાં બોમ્બ ફીટ કરીને ઉડાવી દીધા.
ઈઝરાયેલે શરૂ કરી જવાબી કાર્યવાહી
મોસાદને જવાબદારી સોંપવામાં આવી
ઓપરેશનને પૂર્ણ થતા લાગ્યા લગભગ 20 વર્ષ
કોઈને ગોળી મારી તો કોઈને બોમ્બથી ઉડાવી દીધા
જાણવું એ પણ જરૂરી છે કે, 22 જાન્યુઆરી, 1979માં રેડ પ્રિન્સ કે જે મિશન બ્લેક સપ્ટેમ્બરનો માસ્ટરમાઈન્ડ હતો, તેને કારમાં બોમ્બ ફીટ કરી તેના સુરક્ષાકર્મીઓ સહિત ઉડાવી દેવામાં આવ્યો. મોસાદનું આ ઓપરેશન ઘણા વર્ષો સુધી ચાલ્યું અને તેણે દુનિયાભરમાં ફરીને તમામ આતંકવાદીઓને મારી નાખ્યા. ત્યારે હમાસના તાજેતરના હુમલા પછી લોકો મોસાદ પાસેથી આવી જ કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે ઇઝરાયેલ હમાસ સાથે કેવો વ્યવહાર કરશે તે તો આવનારો સમય જ નક્કી કરશે. અંતે એ પણ કહેવું રહે કે બદલાની આ ભાવના ક્યારે બદલાશે ?