Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeTOP STORIESયુદ્ધની વચ્ચે ઈઝરાયેલી PMએ લગાવ્યો PM મોદીને ફોન

યુદ્ધની વચ્ચે ઈઝરાયેલી PMએ લગાવ્યો PM મોદીને ફોન

આ તમામ વચ્ચે યુદ્ધના ચોથા દિવસે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી.. દરમિયાનમાં તેમણે પીએમ મોદીને યુદ્ધ વિશેની તમામ માહિતી આપી.

Share:

પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.. ગત્ત દિવસો પહેલા હમાસે ઇઝરાયેલ તરફ આશરે 5 હજાર રોકેટ છોડ્યા હતા..ત્યારબાદથી બંને વચ્ચે તણાવભર્યો માહોલ છે…તો સ્થિતિ જોતા અન્ય દેશના વડા પણ ઇઝરાયલને તાકાતમાં વધારો કરી રહ્યા છે.. આ તમામ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાને વડાપ્રધાન મોદીને ફોન કર્યો.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સ્થિતિ હજુ પણ દયનિય છે.. અનેક લોકોના મોત નિપજ્યા છે..તો અનેક લોકો હુમલામાં બેઘર પણ બન્યા છે.. હુમલાનો શિકાર બનનારા શહેરોમાંથી લોકોની ચિંસો અને યુદ્ધના સાયરનનો જ અવાજ સંભળાય રહ્યો છે… આ તમામ વચ્ચે યુદ્ધના ચોથા દિવસે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી.. દરમિયાનમાં તેમણે પીએમ મોદીને યુદ્ધ વિશેની તમામ માહિતી આપી. બાદમાં વડાપ્રધાને ટ્વિટ કરી. કહ્યું ભારત આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે છે.. અમે આતંકવાદની વિરૂદ્ધ છીએ.

આ પણ વાંચોઃ BLACK SAPTEMBER: જ્યારે રમતવીરોના પોશાકમાં આવ્યા ફિલિસ્તિની આતંકીઓ

ઇઝરાયલની સેનાની સરખામણીએ હમાસ ભલે નબળુ દેખાઇ શકે, પરંતુ તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કારણ છે હુમલામાં અનેક નિર્દોષ નાગરિકના મોત…તો ઇઝરાયલી સેનાએ પણ હુમલો કરતા હમાસના 1500 લડવૈયાઓને ઢેર કરી દીધા.સ્થિતિને જોતા ઇઝરાયેલી વડા નેતન્યાહુએ કહ્યું કે અમારા પર હુમલો કરીને હમાસે મોટી ભૂલ કરી.. જેની કિંમત તેની પેઢીઓ દાયકાઓ સુધી યાદ રાખશે. અમે યુદ્ધ ઇચ્છતા નહતા. યુદ્ધની શરૂઆત તેને કરી છે.તો તેનો અંત તો અમે જ કરીશુ.

ઇઝરાયલે પોતાની તાકાતનો પરચો બતાવતા અત્યાર સુધીમાં ગાઝામાં 1500થી વધુ સ્થળ પર હુમલા કર્યા…ઇઝરાયલ સરકારે સેનાને ગાઝા પટ્ટી પર કબ્જો કરવાનો આદેશ આપ્યા બાદ ત્યાં લગભગ 1 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. તેમજ 3 લાખ સૈનિકોને તૈયાર રહેવા કહ્યું છે..તમામ સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ઇઝરાયલમાં તમામ ભારતીયો સુરક્ષિત છે.

હાલ તો ઇઝરાયલ અને હમાસ બંને એક બીજા યુદ્ધ કરી પોતાની તાકાતનો પરચો બતાવી રહ્યા છે. પરંતુ આ તમામ વચ્ચેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે.. ત્યારે ટેક્નોલોજીના માધ્યમથી પોતાની તાકાતનો પરચો બતાવી કોણ ઉભરી આવે છે અને કોનુ પલડુ ભારે રહે છે તે તો સમય આવ્યે જાણ થશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments