Anant-Radhika Wedding Day પહેલે પ્રિ-વેડિંગની શરૂઆત જામનગરથી શરુ થઈ હતી અને મહિનાઓ સુધી ચાલી. Anant-Radhika Wedding Day ના રોજ હંમેશા માટે એક થઈ ગયા છે. મુંબઈમાં થઈ રહેલા આ લગ્નમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી લઈને હોલિવૂડ સુધીના તમામ સેલેબ્સ સામેલ થવા પહોંચ્યા છે. મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. અનંત-રાધિકાના લગ્નનું ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. મહેમાનોની સ્વાગતનું પણ ધ્યાન રાખશે.
અંબાણી પરિવાર લગ્ન માટે જિયો વર્લ્ડ સેન્ટરમાં છે. મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણી, અનંત અંબાણી અને નીતા અંબાણીની પહેલી તસવીર સામે આવી છે.
અનંત અંબાણી અને રાધિકાના લગ્નના વેન્યૂનો એક વીડિયો સામે આવ્યો છે. મુકેશ અંબાણીએ પોતાના પિતાને યાદ કરતા વેન્યૂ પર તેમની એક તસવીર લગાવી છે. ફ્રેમને ચારેબાજુથી ફુલોથી શણગારવામાં આવી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વ WWE રેસલર જૉન સીના શેરવાનીમાં જોવા મળ્યો. તેણે લગ્નની પાઘડી પણ પહેરી. બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર પોતાના મિત્રના લગ્નમાં ખાસ કુર્તો પહેરીને પહોંચ્યો છે. અર્જુન કપૂરે જે કુર્તો પહેર્યો છે તેના પર તેણે લખાવ્યું છે- મેરે યાર કી શાદી હૈ.
આ પણ વાંચો: Anant-Radhika Garba Night: ગરબા ક્વીનના ગીતો પર ગરબે ઝૂમ્યા