ભાજપે ( BJP ) આજે 17 રાજ્યોમાંથી 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, અંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.
ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ ?
- કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાયા
- બનાસકાંઠાથી ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ
- પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા
- ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી
- અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા લડશે
- રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે
- પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી
- જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા
- આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા
- ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા
- પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી
- દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા
- ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા
- બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર
- નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરાયા
ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી
કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાવામાં આવ્યા છે. બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા તો ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા ચૂંટણી લડશે, રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે, પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી, જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા, આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા, ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી, દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા, ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા, બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર, નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે.
PM મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે
આ યાદીમાં વડાપ્રધાન મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. BJP ના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે PM મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.વિનોદ તાવડેએ કહ્યું કે PM મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે.