મા જગદમ્માના ભક્તો આતૂરતાથી રાહ જોઇ રહ્યા હશે ક્યારે મા જગદમ્માની ભક્તિ, સેવા, આરાધના કરવાનો સમય આવશે. ક્યારે મા અમારા આંગણા દિપાવશે. તો આવો જાણીએ ક્યારથી શરૂ થશે નવરાત્રી 2022 અને ક્યા મૂહુર્તમાં કરશો મા જગદમ્માની ઘટ સ્થાપન.
26 સિતમ્બર 2022 સોમવારથી શરૂ થાય છે માનું પ્રથમ નોરતુ પહેલો દિવસ નવરાત્રીનો જે દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
બીજો દિવસ નવરાત્રી 27 સિતમ્બર 2022 મંગળવારે છે જે દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.
28 સપ્ટેમ્બર 2022 બુઘવારનાં દિવસે માનું ત્રીજુ નોરતું છે જે દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે.
- ચોથું નોરતુ 29 સપ્ટેમ્બર 2022 ગુરુવારના રોજ મા કુષ્માંડાની પૂજા
- પાંચમુ નોરતુ 30 સપ્ટેમ્બર 2022 શુક્રવારના રોજ માસ્કંદમાતાની પૂજા
- છઠું નોરતું 1 ઓક્ટોબર 2022 શનિવારના રોજ મા કાત્યાયનીની પૂજા
- સાતમું નોરતું 2 ઓક્ટોબર 2022 રવિવારના રોજ મા કાલરાત્રિની પૂજા
- આઠમું નોરતું 3ઓક્ટોબર 2022 સોમવારના રોજ મા મહાગૌરીની પૂજા
- નવમું નોરતું 4 ઓક્ટોબર 2022 મંગળવારના રોજ મા સિદ્ધિદ્વાત્રીની પૂજા
હવે જોઇશું મા શક્તિના કળશ સ્થાપવાનું મૂહુર્ત
મા શક્તિના કળશના સ્થાપનનું આમ તો કોઇ મૂહુર્ત ન જ હોય. મા તો મા જ હોય, ને તેને ભક્તની ભક્તિ જ પ્રિય હોય છે.
તેમ છતાં પણ માતાજીના કળશનું સ્થાપન આપણે ચોક્કસ મૂહુર્ત પ્રમાણે કરીએ છીએ. તો આવો જાણીએ ક્યારે કરીશું મા શક્તિની સ્થાપન
26 સપ્ટેમ્બર 2022ના રોજ સવારના 6.11 કલાકથી 7.51 સુધી સૌથી શુભ મૂહુર્ત છે. આ મૂહુર્ત કળશ સ્થાપન માટે ઉત્તમ છે. તે પછી રાહુ કાળ બેસી જાય છે, ને આપ સૌ જાણો છો કે રાહુ કાળમાં કોઇ શુભ કાર્ય કરવું ન જોઇએ. રાહુ કાળ સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી રહેશે. ઘટ સ્થાપન માટેનું અભિજીત મુહૂર્ત છે સવારે 11.48 થી 12.36 કલાક.