યૂકેની રહેનારી ડેનિયલ ગાર્ડિનર પહેલા પોલીસફોર્સમાં હતી. પરંતુ બાળકોની દેખભાળ કરવા માટે તેણે પોતાની નોકરી છોડી દીધી. ત્યાર બાદ તેનું વજન દિવસેને દિવસે વધતું ગયું, જોકે આજે તે તેના વધેલા વજનના કારણે જ દર મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરે છે.
આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાના વધેલા વજન કે મેદસ્વીપણાથી ખૂબ જ પરેશાન હોય છે, તેઓ વજન ઘટાડવા માટે અને ઉપાયો કરતા હોય છે. જોકે ઘણા એવા પણ લોકો હોય છે જે પોતાના વધતા વજનથી ખૂશ હોય છે HAPPY હોય છે. કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે મેદસ્વી શરીર ધરાવતા લોકો આળસુ હોય છે અને તેઓ કોઇપણ કાર્ય ઉર્જા સાથે કરી શકતા નથી.પરંતુ તેવું જરાય નથી ઘણા લોકો એવા છે જે પોતાના વધેલા વજન સાથે પણ હંમેશા સક્રિય રહે છે અને કમાણી પણ કરે છે.
જેના માટે યૂકેની 100 કિલો વજન ધરાવતી આ મહિલાનું ઉદાહરણ આપવું જરૂરી છે. જે પોતાના વજનથી જરાય પણ નાખુશ નથી, અને નાસીપાસ પણ નથી. તે પોતાના આ જ શરીરથી દર મહિને 10 લાખ રૂપિયા કમાય છે.તેનું કહેવું છે કે તે જ્યારે પાતળી હતી ત્યારે આટલું કમાતી નહોતી, પરંતુ હવે વાત કંઇક અલગ છે.
101 કિલો વજન ધરાવતી આ મહિલાનું નામ છે ડેનિયલ ગાર્ડિનર જેની ઉમર 33 વર્ષ છે. ડેનિયલ પ્લસ સાઇઝ મોડેલ છે અને તે ફેમસ બ્રાંડ માટે સ્વિમવેયર મોડેલિંગ કરે છે. તે પોતાની બોડીથી ખૂબ જ ખૂશ છે. તે એક મોડલિંગ શૂટ માટે 650 પાઉન્ડ એટલે કે 66 હજાર રૂપિયા લે છે. એટલે સપ્તાહમાં આવા બે શૂટ, મહિનાના 8 મોડેલિંગ શૂટના 5.31 લાખ રૂપિયા મેળવે છે.