Ranveer Singhના Nude Photographyએ હાલમાં ભારે ચર્ચાનું જોર પકડક્યું છે. બોલિવુડમાં તો આ અભિનેતાની ભારે ચર્ચા થઇ જ રહી છે પરંતુ બોલિવુડની બહાર પણ રણવીરની નેક્ડ ફોટોગ્રાફી ડીબેટનો મુદ્દો બન્યો છે. રણવીરના આ બર્થડે સૂઇટ એક્ટે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. ચારેય તરફ તેની ચર્યા થઇ રહી છે, અને ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, તો ઘણા લોકો તેનો સપોર્ટ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં રણવીરસિંહની આ તસવીરનો અનોખો વિરોધ કરવામાં આવ્યો લોકોએ તેને કપડા દાનમાં આપીને આ નગ્ન ફોટોગ્રાફીનો વિરોધ કર્યો.
તો બોલીવુડના કેટલાક સિતારાઓ એવો તર્ક આપી રહ્યા છે કે કોઇ કલાકારે ન્યૂડ ફોટોગ્રાફી કરાવી હોય એ પહેલી ઘટના નથી આ પહેલા અનેક નામી કલાકારોએ Nude Photography કરાવી છે અને ટ્રોલ પણ થયા છે.
આવો જોઇએ આવા કેટલાક જાણીતા કલાકારોને જેમણે રણવીર સિંહ પહેલા આવી હિંમત કરી હતી.
- Burt Reynolds
કહેવાય છે કે રણવીર સિંહનું ન્યૂડ ફોટોગ્રાફી એક્ટર બર્ટ રેનોલ્ડના આઇકોનિક ફોટોશૂટથી પ્રેરિત છે, બર્ટે આ ફોટોશૂટ કોસ્મોપોલિટન મેગેઝિન માટે 1972માં કરાવ્યું હતું.

- Protima Bedi
આ તસવીર 1974ના વર્ષની છે. અને તસવીરમાં ન્યૂડ દોડી રહેલી યુવતી બીજું કોઇ નહીં પરંતુ કબીર બેદીની સ્વર્ગસ્થ પત્ની અને પૂજા બેદીની માતા પ્રોતીમા બેદી છે. પ્રોતિમાએ જુહુ બીચ પર ન્યૂડ ફોટોશૂટ માટે આ રીતે નગ્ન દોડ લગાવી હતી. તેણે આ ફોટોશૂટ સીને બ્લિટ્ઝ મેગેઝિન માટે કર્યું હતું.

- Milind Soman
આ છે ભારતનો પહેલો મેલ સુપરમોડ! જેણે 90ના દાયકામાં કેમેરા સામે કપડા ઉતારવાનું સાહસ કરેલું.
મિલિંદ સોમને એક સ્પોર્ટ્સ શૂઝના બ્રાંડિંગ માટે પોતાની ગર્લફ્રેન્ડ મધુ સાપ્રે સાથે આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. મિલિંદે હમણા પણ બિચ પર નગ્ન દોડ લગાવવીને વિવાદ સર્જ્યો હતો.

- Lindsay Lohan
આ મર્લિન મૂનરો નહીં પણ અભિનેત્રી લિન્ડસે લોહાન છે, જેણે
ન્યૂ યોર્ક મેગેઝિન માટે 2008માં મર્લિન મૂનરોના રૂપમાં આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

- Jennifer Aniston
આ છે જેનીફર સ્ટન્ડ, તેણે 2009માં આ ન્યૂડ ફોટોશૂટ કરાવીને સૌને ચોંકાવી દીધા હતા. GQ મેગેઝિન માટે કરાવેલા તેના ફોટામાં તેણે માત્ર ટાય જ સાથે રાખી હતી.

- Kim Kardashian
2014માં કિમ કાર્દશિયન પેપર મેગેઝિન માટે પોતાના તમામ કપડા ઉતારીને ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે આ ફોટોશૂટ શેમ્પેઇન (Champagne) બનાવતી કંપની માટે કરાવ્યું હતું.

- Lady Gaga
શું આપને ખ્યાલ છે, જાણીતી અમેરિકન સિંગર લેડી ગાગાએ પણ આ પ્રકારની ન્યૂડ ફોટોગ્રાફી કરાવી છે. યુકે એડિશન પોગ મેગેઝિન 2021 માટે તેણે આ ફોટોશૂટ કરાવ્યું હતું. યુકે એડિશન વોગ Vogue માટે તેણે 2021 કોન્સર્ટ પહેલા ફોટો આપીને સૌને ચોંકાવી જદીધા હતુ.

- Ranveer Singh
હવે રણવીર સિંહે પણ આ પ્રકારનું ફોટો શૂટ કરાવીને સૌને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિમાં રણવીરસિંહની તસવીરો ખૂબ જ વાયરલય થઇ રહ્યા છે. ત્યારે આ પ્રકારના નગ્ન દેખાવનું શું તાપ્તર્ય હશે તે તો ભગવાન જ જાણે અથવા તો ખુદ રણવીર સિંહ.
