Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALWayanad: ભૂસ્ખલન પછી શું છે સ્થિતિ? અમિત શાહે કહ્યું...

Wayanad: ભૂસ્ખલન પછી શું છે સ્થિતિ? અમિત શાહે કહ્યું…

Share:

કેરળના Wayanad માં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 249 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 240 થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.

આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધી 1 હજાર લોકોને બચાવી લેવાયા, 3 હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.

હવામાન વિભાગે Wayanad ઉપરાંત મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે.

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં કહ્યું- કેરળ સરકાર 23-24 જુલાઈએ જ એલર્ટ થઈ ગઈ હતી, જો સરકારે લોકોને સમયસર હટાવ્યા હોત તો આટલું નુકસાન ન થયું હોત.

આ પણ વાંચો: Union Budget: કોને થયો નફો, કોને થયો નુકસાન?


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments