કિંગ કોહલીએ વિશ્વમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યો છે. આજે વિરાટ કોહલીએ ભારતને ગૌરવ અપાવ્યું છે અને તેની સાથે ભારતીયોના દિલમાં એક ખાસ સ્થાન મેળવ્યું છે.
જેવી રીતે બોલીવૂડના બાદશાહ તરીકે શાહરૂખ ખાન વિશ્વપ્રસિદ્ધ છે, એવી જ રીતે હવે વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શનથી ક્રિકેટના બાદશાહની ખ્યાતિ મેળવી છે. કિંગ કોહલીએ આજે ન્યૂઝીલેન્ડ સામેની સેમી-ફાઈનલ મેચમાં શતક ફટકારી વિશ્વમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યો છે. આ સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ODI ક્રિકેટમાં 49 સદીના રેકોર્ડને પણ તોડ્યો છે. વિરાટે 133 બોલમાં 09 ચોગ્ગા, 02 છગ્ગા સાથે 117 રન બનાવીને વિક્રમ સર્જ્યો છે.

વિરોટ કોહલીના શાનદાર પ્રદર્શન દરમિયાન બોલીવુડ અભિનેત્રી અને વિરાટની ધર્મપત્ની અનુષ્કા શર્માના ચહેરા પર એક વિશાળ સ્મિત હતું. વાનખેડે સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ ચાહકોએ આ ફ્લાઈંગ કિસના દ્રશ્યો પોતાની નજરે જોયા છે. ત્યારે બીજી તરફ 50મી સદી પૂરી કર્યા બાદ વિરાટ કોહલી સચિન તેંડુલકરને નમન કરે છે. આજે વિરાટ કોહલીએ ભારતને ગૌરવ અપાવ્યું છે અને તેની સાથે ભારતીયોના દિલમાં એક ખાસ સ્થાન મેળવ્યું છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલીએ હવે સચિન તેંડુલકરના 2003 વર્લ્ડ કપમાં બનાવેલા 673 રનના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ ટૂર્નામેન્ટની અત્યાર સુધીની 10 મેચમાં વિરાટે 101થી વધુની એવરેજ અને 89થી વધુની સ્ટ્રાઈક રેટથી 711 રન બનાવ્યા છે.
- 711 – વિરાટ કોહલી (2023) *
- 673 – સચિન તેંડુલકર (2003)
- 659 – મેથ્યુ હેડન (2007)
- 648 – રોહિત શર્મા (2019)
- 647 – ડેવિડ વોર્નર (2019)
વર્લ્ડ કપમાં સૌથી વધુ અર્ધશતક
2003ના વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરે સૌથી વધુ સાત અર્ધશતક પ્લસ સ્કોર બનાવ્યા હતા. હવે આ રેકોર્ડ પણ વિરાટ કોહલીએ 2023ના વર્લ્ડ કપમાં તોડ્યો છે.
- 8 – વિરાટ કોહલી (2023)
- 7 – સચિન તેંડુલકર (2003)
- 7 – શાકિબ અલ હસન (2019)
- 6 – રોહિત શર્મા (2019)
- 6 – ડેવિડ વોર્નર (2019)