ગુજરાતની અસ્મિતાનુ કેંદ્રબિંદુ એટલે Patan. અહીંની રાણીની વાવ વૈશ્વિક ધરોહર સાથે 100રૂપિયાની કરન્સી નોટમાં સ્થાન પામી છે. તો 11 મી સદી થી 16 મી સદી સુધી ગુજરાતની રાજધાની તરીકે જેની આણ માળવાથી ઉજ્જૈન સુઘી વર્તાતી હતી, એવી પાટણ બેઠક ઉપર હાલમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપર બંને ઉમેદવારો એકબીજાને માત આપવા સભાઓ ગજવી રહ્યા છે. અહીં ઠાકોર મત ખૂબ જ નિર્ણયાક હોવાથી ભાજપ અને કોંગ્રેસે અહીં ઠાકોર સમાજના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
જ્ઞાતિ સમિકરણ સૌથી મહત્વપૂર્ણ
Patan લોકસભા બેઠક પર ઠાકોર- અનુસૂચિત જાતિ – ઓબીસી – ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પાટણ લોકસભા મતક્ષેત્રમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ બેઠક પર ભાજપને પ્રથમ વિજય વર્ષ 1991 મળ્યો હતો. ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા મહેશ કનોડિયાએ કોંગ્રેસના નરેન્દ્ર પરમારને માત આપી આ બેઠક જીતી લીદી હતી. ત્યારબાદ મહેશ કનોડિયા સતત 3 વાર પાટણ બેઠક પરથી સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1999ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રવીણ રાષ્ટ્રપાલે ભાજપને ઝટકો આપતા મહેશ કનોડિયાને હરાવ્યા હતા.
ભરતસિંહ ડાભી V/S ચંદનજી ઠાકોર
પાટણમાં ભાજપે ભરતસિંહજી ડાભીને ફરી ટિકિટ આપી છે. ભરતસિંહજી ડાભીએ ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરને 1.93 લાખની લીડથી હરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોર પર પસંદગી ઉતારી છે. ચંદનજી ઠાકોરે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પરથી એ સમયે ભાજપના દિગ્ગજ જય નારાયણ વ્યાસને હરાવ્યા હતા, આઝાદી બાદ પહેલી લોકસભા ચૂંટણી વર્ષ 1951થી લઈને અત્યાર સુધી એટલે કે 2024 સુધી 73 વર્ષમાં લોકસભાની 5 વાર થયેલી ચૂંટણીમાં 2 વાર કોંગ્રેસને પાટણ બેઠક પર વિજય મળ્યો છે તો 3 વાર ભાજપ જીત્યું છે.
પાટણ બેઠકની તાસીર થોડી અલગ
પાટણ લોકસભા બેઠકમાં પાટણ સહિત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની બેઠકનો સમાવેશ થાય છે આ સાત વિધાનસભાની બેઠક પૈકી રાધનપુર, સિદ્ધપુર અને ખેરાલુ એ ભાજપ પાસે છે જ્યારે પાટણ, ચાણસ્મા, કાંકરેજ અને વડગામ એ કોંગ્રેસ પાસે છે. ગુજરાતની અન્ય બેઠક કરતાં પાટણ બેઠકની તાસીર થોડી અલગ છે. પાટણમાં લોકસભાની ચૂંટણીમાં સામાન્ચ રીતે સ્થાનિક મુદ્દા કરતાં રાષ્ટ્રીય મુદ્દા હાવી રહે છે. અહીં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવતું હોવાતી ઠાકોર જ્ઞાતિના પ્રભુત્વને કારણે બંને પાર્ટીઓએ ઠાકોર ઉમેદવાર જ ઉતાર્યા છે. દેશમાં ચર્ચાતા અનુસૂચિત જાતિ જનજાતિના મુદ્દા ,આંદોલન અને ઓબીસી રાજકારણની અસર પાટણ લોકસભા બેઠક પરના મતદારો પર પડતી રહે છે.
આ પણ વાંચો: Bharatsinh Dabhi: પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર