Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeGUJARAT NEWSBharatsinh Dabhi: પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર

Bharatsinh Dabhi: પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર

Share:

વઢીયાર પંથકનું આસ્થા કેન્દ્ર આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે મોટાભાગના રાજકીય પક્ષોના ઉમેદવારો સૌપ્રથમ આઈ શ્રી ખોડીયાર માતાજીના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કરતા હોય છે. રાજકારણની આ પરંપરા Bharatsinh Dabhi એ જાળવી રાખી છે અને માતાજીના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાથે સમી તાલુકાના સંગઠનના નેતાઓ સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી હતી અને કઈ રીતે પાર્ટી વિજેતા બને તે અંગે સંગઠનના સૌ આગેવાનો સાથે મળી આયોજન કર્યું હતું.

પાટણ લોકસભા બેઠક

ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર એટલે પાટણ. પાટણ ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે. પાટણ લોકસભા બેઠક 1957માં અસ્તિત્વમાં આવી. પાટણ લોકસભામાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. 1962થી 2004 સુધી SC અનામત બેઠક રહી હતી. 2009માં પાટણ લોકસભા સામાન્ય બેઠક બની. આપ જાણો જ છો કે ચલણી નોટ પર પણ પાટણની રાણ કી વાવને સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુઓ માટે સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટેનું સ્થાન છે. પાટણ લોકસભામાં 3 જિલ્લાનો મતવિસ્તાર સામેલ છે.

કોણ છે સાંસદ ભરતસિંહ ડાભી?

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર Bharatsinh Dabhi ને ટિકિટ આપી. તેઓના રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 1985માં તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા. જ્યારે 2002માં ભરતસિંહ ડાભી મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા પછી 20 મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા હતા. ભરતસિંહ ડાભીએ 2007માં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડીને જીત મેળવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા હતા.

આ પણ વાંચો: Rekhaben Chaudhary: બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments