Money Plant : ભારતીય સંસ્કૃતિમાં ઘરઆંગણે છોડ વાવવાનું આગવું મહત્વ છે, તેમાય સુખ-સમૃદ્ધિ માટે દરેકના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય જોવા મળે છે. પરંતુ એવા અનેક છોડ છે જેને ઘરઆંગણે રોપવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં મનીપ્લાન્ટનું આગવું જ મહત્વ રહ્યું છે. શુક્રવારના દિવસે ઘરઆંગણે વાવો મનીપ્લાન્ટ, આ પ્લાન્ટથી ઘરમાં લક્ષ્મીના આગમનની સંભાવના વધી જાય છે. ઘણા એવા ઉદાહરણો પણ છે કે અનેક લોકોના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી હોય, ધંધામાં બરકત આવી હોય, ખુટી પડતા નાણાની સમસ્યા દૂર થઇ ગઇ હોય.
Money Plant Totka: સામાન્ય રીતે દરેક ઘરમાં તુલસી અને મનીપ્લાન્ટ તો હોય છે જ. આ છોડોથી ઘરમાં સુખ-સમૃદ્રિ અને સકારાત્મક ઉર્જા રહે છે. મનીપ્લાન્ટને તો ઘરમાં પૈસા આકર્ષવા માટેનો છોડ જ ગણવામાં આવે છે, અને તે મહદઅંશે સાચુ પણ છે. પણ તેને ઘરમાં લગાવવાના અમુક નિયમ હોય છે જે નિયમ અનુસાર મનીપ્લાન્ટનને ઘરમાં રોપવાથી ઘણા ફાયદા થાય છે. અને ઘણીવાર મનીપ્લાન્ટને ખોટી જગ્યાએ લગાવવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.
તો આવો જાણીએ મનીપ્લાન્ટન લગાવવાની સાચી રીત જેનાથી ઘરમાં થાય છે લક્ષ્મીનો પ્રવેશ:
- મનીપ્લાન્ટ ત્યારેજ ફાયદો કરે છે જ્યારે તે લીલુછમ હોય કે તાજુ હોય. સુકાઇ ગયેલા મનીપ્લાન્ટનો છોડ ઘરમાં લાવવો પણ ન જોઇએ અને રાખવો પણ ન જોઇએ. સુકાઇ ગયેલા મનીપ્લાન્ટથી ઘરમાં રહેતા લોકોની પ્રગતિ અટકી જાય છે, અને ઘરમાં ધનનું નુકસાન પણ થાય છે.
- મનીપ્લાન્ટને હંમેશા ઉપરની તરફ ચડે તે રીતે લગાવવો જોઇએ, જો મનીપ્લાન્ટ નીચે તરફ કે જમીન પર પથરાયેલ હશે તો ઘરમાં આવેલ લક્ષ્મીને નુકસાન થાય છે.
- મનીપ્લાન્ટને કાચની બોટલમાં કે માટીના કુંડામાં રોપવું વધારે હિતકારી અને લાભદાયી છે.
કરોડપતિ બનાવી દેશે મનીપ્લાન્ટના આ ઉપાય:
એવું માનવામાં આવે છે કે ઘરમાં મનીપ્લાન્ટની વેલ જેટલી વધે છે તેટલી ઘરમાં આવક વધે છે. અને જો આ ઉપાય શુક્રવારના દિવસે કરવામાં આવે તો વધારે ફળદાયી નિવડે છે. આ ઉપાય લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને પૈસા પ્રાપ્ત કરાવે છે.
કેવી રીતે કરશો ઉપાય?
ઉપાયની વાત કરીએ તો શુક્રવારના દિવસે મનીપ્લાન્ટમાં કાચા દૂધમાં પાણી ભેળવી મનીપ્લાન્ટ પર ચઢાવવું. સાથે સાથે શુક્રવારના દિવસે જ મનીપ્લાન્ટમાં લાલ કલરની રિબીન કે લાલ કલરનો દોરો બાંધવો. આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને ઘરની આવકમાં વધારો થાય છે. શુક્રવારના દિવસે આ ઉપાય કરતા પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઇએ, અને લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરી, તેમની સામે દીવાની જ્યોત કરીને, લક્ષ્મીના ચરણોમાં લાલ રંગનો દોરો ધરીને, એ જ દોરો મનીપ્લાન્ટની મૂળમાં કે મનીપ્લાન્ટના ટોચના ભાગે બાંધો.