બુધવારની વહેલી સવાર સિક્કિમવાસીઓ માટે જાણે મુસીબત બનીને આવી. લોકો કઈક સમજે કઈક વિચારે તેની પહેલા તો તિસ્તા નદીના રૌદ્રરૂપથી ઘેરાઈ ચૂક્યા હતા. સમગ્ર સિક્કિમમાં જ્યાં જુઓ ત્યા પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. તારાજીમાં આર્મીના 23 જવાનો સહિત અનેક લોકો ગુમ થયાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે પૂરમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 120થી વધુ લોકો ગુમ છે.

સિક્કિમમાં પૂરથી તારાજી
સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી ભારે તારાજી સર્જાઈ છે. પૂરી ઘટના પર નજર કરીએ. સિક્કિમના ચુંગથાંગમાં લોનાક તળાવ પર વાદળ ફાટ્યું. વાદળ ફાટવાથી તિસ્તા નદીનું જળસ્તર એકાએક વધી ગયું. પાણીમાં અચાનક વધારો થવાને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. જેના લીધે તિસ્તા નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યુ. તિસ્તા નદીનું જળ સ્તર 15 થી 20 ફૂટ ઊંચાઈ સુધી વધી ગયું. અને નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા.

અનેક વિસ્તારમાં જળમગ્ન
સિક્કિમના ચુંગથાંગમાં લોનાક તળાવ પર ફાટ્યું વાદળ
વાદળ ફાટવાથી તિસ્તા નદીનું જળસ્તર વધ્યું
ચુંગથાંગ ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી
તિસ્તા નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યુ
તિસ્તા નદીનું જળ સ્તર 15 થી 20 ફૂટ ઊંચાઈ સુધી વધી ગયું
આર્મી કેમ્પ પર પૂરના પાણી ફરી વળ્યા
પૂરના પાણીના ઝપેટામાં આવતા 23 આર્મીના જવાન ગુમ
સ્થાનિકોનો દાવો છે કે આ ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે કોઈને પણ કઈ સમજવાનો કોઈ સમય જ ન મળ્યો. તિસ્તા નદીના પૂરમાં સૌથી વધુ પ્રભાવિત લાચેન ઘાટીનો વિસ્તાર થયો. આ ઘાટીના કિનારે આર્મીના કેમ્પ આવેલા છે. આ આર્મી કેમ્પ પર પૂરના પાણી ફરી વળ્યા. પૂરના પાણીના ઝપેટામાં આવતા 23 આર્મીના જવાન ગુમ થઇ ગયા છે. સાથે જ અનેક લોકોના પણ ગુમ હોવાની પણ માહિતી સામે આવી. સાથે સાથે 41 વાહનો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. હાલમાં મોટાપાયે તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

સિક્કિમના મુખ્યમંત્રીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. સિક્કિમના મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. માહિતી અનુસાર રસ્તાઓ અને પુલને મોટાપાયે નુકસાન થયું છે. તિસ્તા નદીનું જળસ્તર જોખમી સપાટીથી ઉપર વહી રહ્યું છે. જેના પગલે સિક્કિમનાં મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુમ થયેલા 23 જવાનો અને અન્ય લોકોને શોધવા માટે તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.