પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક મંત્રાલયમાં ખાલી પડેલી જગ્યાઓને તાત્કાલિક ધોરણે ભરવાનો આદેશ આપ્યો છે.
મોદી સરકારે આવનારા ભવિષ્યમાં 10 લાખ નોકરી આપવાનું અભિયાન હાથ ધર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ આ અંગે નિર્દેશ આપ્યા છે કે આવનારા દોઢ વર્ષમાં લગભગ 10 લાખથઈ વધુ નોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આ લોકોને સરકારના વિભિન્ન વિભાગો અને મંત્રાલયોમાંથી કામ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ અંગેની પોસ્ટ કરી. પ્રધાનમંત્રીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં કર્માચારીઓની સંખ્યાની સમિક્ષા કરી. ત્યાર બાદ નિર્દેશ કર્યા કે આવનારા 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવે.