Wednesday, 23 Apr, 2025
spot_img
Wednesday, 23 Apr, 2025
HomeSPORTSSanju Samson: સતત બીજી સદી ફટકારી રચ્યો ઈતિહાસ

Sanju Samson: સતત બીજી સદી ફટકારી રચ્યો ઈતિહાસ

Share:

ભારતે પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને 203 રનનો ટાર્ગેટ આપ્યો. ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. ટીમ તરફથી Sanju Samson એ 107 રન બનાવ્યા, તેણે સતત બીજી T-20માં સદી ફટકારી.

આ પણ વાંચો: Donald Trump: 1945 પછી હાર્યા બાદ જીતનાર પ્રથમ રાષ્ટ્રપતિ

ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન Sanju Samson દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડરબનમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જોરદાર શતક ફટકારીને ઈતિહાસ રચ્યો છે. સતત બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શતક ફટકારનાર સેમસન વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો છે. આ શાનદાર ઇનિંગમાં તેણે 9 છગ્ગા ફટકાર્યા હતા, જેનાથી તે બે વાર એક ઇનિંગમાં 5 કે તેથી વધુ છગ્ગા મારનાર ભારતનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત, સેમસન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત બે ઇનિંગ્સમાં 200થી વધુ રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે.

https://twitter.com/BCCI/status/1854930697867117027

સંજુ સેમસને 27 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ત્રીજી અડધી સદી હતી. જો કે, હવે તે સદીમાં ફેરવાઈ ગઈ છે, તેથી તેના નામે હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે સદી અને બે અડધી સદી છે. સંજુ સેમસન ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી છે. તેના 107 રન પહેલા ડેવિડ મિલરે 106 રન બનાવ્યા હતા.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments