Rajkot શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 25ના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. હજુ પણ ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગને પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ જેમાંથી મેનેજર નિતીન જૈન અને માલિક યુવરાજ સોલંકી નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.
આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. Rajkot પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 25 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા છે. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું છે.
આ પણ વાંચો: Black Day: વડોદરામાં તંત્રના પાપે બાળકોએ જીવ ગુમાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, રાજકોટમાં આગની ઘટનાથી હું અત્યંત વ્યથિત છું. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેનું ટ્વીટ
રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 25ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.
આ પણ વાંચો: હરણી ‘હત્યાકાંડ’: બોટ પલટી જતા 15 માસૂમોએ જીવ ગુમાવ્યા