Mumbai Weather: સોમવારે બપોરે 3 વાગ્યે મુંબઈના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ બાદ વરસાદ પણ શરૂ થયો હતો. જોરદાર પવન અને વાવાઝોડાને કારણે દિવસ દરમિયાન રાત જેવું દ્રશ્ય દેખાવા લાગ્યું હતું. જેના કારણે ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર બિલબોર્ડ પડી જવાથી 8 લોકોના મોત થયા હતા અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બિલબોર્ડ પડી જવાને કારણે લોકો ફસાયા
બિલબોર્ડ પડી જવાને કારણે ફસાયેલા 60થી વધુ લોકોને બચાવી લેવાયા છે. તે જ સમયે, હવામાનમાં ફેરફારની અસર Mumbai એરપોર્ટના સંચાલન પર પડી હતી. Mumbai Weather ના કારણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક રિશેડ્યુલ કરવામાં આવી હતી. મેટ્રો અને લોકલ રેલ સેવાઓને પણ અસર થઈ હતી. જોકે, બે કલાક બાદ સેવાઓ ફરી શરૂ થઈ હતી.
ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું, “લોકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર સરકાર સંભાળશે. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. મેં નિર્દેશ આપ્યો છે. સંબંધિત સત્તાવાળાઓ મુંબઈમાં આવા તમામ હોર્ડિંગ્સ માટે ઓડિટ કરે.”
મુંબઈમાં ધૂળની ડમરી
Mumbai ના ઘાટકોપર, બાંદ્રા, કુર્લા, ધારાવી, દાદર, માહિમ, મુલુંડ અને વિક્રોલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સિવાય મુંબઈના ઉપનગરો થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્લાસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી. અહીં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી
વડાલામાં જોરદાર વાવાઝોડાને કારણે બાંધકામ હેઠળનો મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી થયો હતો. જેના કારણે અનેક વાહનો અથડાયા હતા. બીજી તરફ ઘાટકોપરમાં એક બિલબોર્ડ પડી જવાથી 59 લોકો ઘાયલ થયાના સમાચાર છે. 100થી વધુ લોકો ત્યાં ફસાયા હતા. BMC અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Met Gala 2024: આલિયા ભટ્ટે ભારતીય સંસ્કૃતિનું કર્યું પ્રતિનિધિત્વ