26/11 Mumbai Attack ના માસ્ટરમાઇન્ડ Tahawwur Rana ને હાલમાં NIAની કસ્ટડીમાં રાખવામાં આવશે. કસ્ટોડિયલ પૂછપરછ બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવશે. જ્યાં તેને રાખવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. Tihar Jail પ્રશાસનના જણાવ્યા અનુસાર, તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાણાને ઉચ્ચ સુરક્ષા સેલમાં રાખવામાં આવશે. તહવ્વુર રાણાની સુરક્ષા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. જેલ અધિકારીનું કહેવું છે કે તેને અન્ય કેદીઓની જેમ સુવિધાઓ આપવામાં આવશે, પરંતુ સુરક્ષાના કારણોસર તેને એકલા રાખવામાં આવશે.
કોણ છે Tahawwur Rana?
- તહવ્વુર રાણા એક પાકિસ્તાની-કેનેડિયન નાગરિક
- 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં દોષિત
- રાણાએ હુમલાખોરોને નાણાકીય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી
- હુમલાનું કાવતરું ઘડવામાં સક્રિય ભૂમિકા ભજવી
- તે પહેલા અમેરિકામાં રહેતો, 2011માં તેની ધરપકડ કરવામાં આવી
- આતંકવાદીઓને આશ્રય આપવા, સંસાધનો પૂરા પાડવાના આરોપમાં દોષિત કરાર
- પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલું નામ ‘તહવ્વુર રાણા’
- ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે પણ જાણીતો

2014માં મોદી સરકારે સત્તામાં આવતા જ આતંકવાદ વિરુદ્ધ Zero Tolerance Policy અપનાવી હતી. ત્યારબાદ ભારત સરકારે 2018માં, તહવ્વુર રાણાના પ્રત્યર્પણની માંગ કરી હતી અને અમેરિકા પર સતત રાજદ્વારી દબાણ બનાવ્યું હતું.
આ પણ વાંચો – Ghibli: શું છે આ? જેની વિશ્વભરમાં છે ચર્ચા
2020માં તહવ્વુર રાણાને સ્વાસ્થ્ય કારણોસર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતની વિનંતી પર ફરી તેની ધરપકડ કરવામાં આવી હતી. મે 2023માં રાણાના પ્રત્યર્પણને મંજૂરી આપવામાં આવી હતી. ઓગસ્ટ 2024માં કોર્ટ આ નિર્ણયને માન્ય રાખ્યો. અંતે જાન્યુઆરી 2025માં અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં રાણાની અરજી ફગાવી દેવામાં આવી હતી.