Wednesday, 30 Apr, 2025
spot_img
Wednesday, 30 Apr, 2025
HomeGUJARAT NEWSGujarat Rain: વૈશાખમાં આષાઢ જેવો માહોલ, ધરતીપુત્ર ચિંતિત

Gujarat Rain: વૈશાખમાં આષાઢ જેવો માહોલ, ધરતીપુત્ર ચિંતિત

Share:

Gujarat Rain – હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે ભર ઉનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા.

સાયલામાં સૌથી વધુ 21 મી.મી. વરસાદ

Gujarat Rain – આજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સૌથી વધુ 21 મી.મી. વરસાદ પડ્યો છે. તો બોટાદમાં 20 મી.મી. વાસંદામાં 18 મી.મી., ચોટીલામાં 17 મી.મી., ઈડરમાં 14 મી.મી., દાંતામાં 13 મી.મી., ઉમરાળામાં 13 મી.મી., પ્રાંતિજમાં 12 મી.મી., વઘઈમાં 9 મી.મી., અમીરગઢમાં 8 મી.મી., હિમંતનગરમાં 8 મી.મી., કલોલમાં 3 મી.મી., ગાંધીનગરમાં 2 મી.મી. અને પોશીનામાં 1 મી.મી. વરસાદ પડ્યો છે.

આકરી ગરમી વચ્ચે માવઠું

બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા Gujarat ના લોકોને ઠંડકનો અનુભવ થયો છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે. તો આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેથી 16 મે સુધી વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગે આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને  દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે 14 મેના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.

આ પણ વાંચો: Mumbai Weather: બિલબોર્ડ પડી જવાથી 8ના મોત


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments