ઉનાળામાં તાપમાનનો પારો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે આવી કાળઝાળ ગરમીમાં કંઇક ઠંડક આપનારી વાનગી જ આરોગવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. છાશ અને દહીંનો ઉપયોગ આ સિઝનમાં વધી જાય છે. લૂથી બચવા માટે ડુંગળી પણ ખૂબ ખવાય છે. ત્યારે લ્યો અમે લઇને આવ્યા છીએ એવી જ સરળ અને સરસ વાનગી જેને ખાઇને આપ થઇ જશો ઠંડા..ઠંડા..COOL..COOL..
દહીંનું ચટાકેદાર રાયતુ
ગરમીમાંથી રાહત મેળવવા અમે આપને અહીં આ ખાસ રાયતાની રેસિપી શીખવી રહ્યા છીએ. એટલે ધ્યાનપૂર્વક તેની સામગ્રી અને રીત નોંધ કરી લેજો નહીં રાયતું બનશે નહીં ફેલાઇ જશે…
સામગ્રી
- એક કપ તાજુ દહી
- એક કપ ક્રશ ઓનિયન
- મીઠું સ્વાદ અનુસાર
- પીસેલું લાલ મરચુ
- જીરા પાવડર
- ચાટ મસાલો સ્વાદ અનુસાર
રીત
આવો હવે આ રાયતું બનાવવાની રીત પણ શીખી લઇએ. પહેલા દહીંને સારી રીતે ફેંટી લો. હવે તેમાં ક્રશ કરેલી ડુંગળી મિક્સ કરી દો. તેમાં લાલ મરચુ, મીઠું, ચાટ મસાસો, જીરા પાઉડર નાખીને મિશ્રણ કરો. બરાબર તેને શેક કરીને આ મિશ્રણને 20 મનિટ સુધી ફ્રીજમાં રાખી દો. જો ગળપણ પસંદ હોય, દહી કાટું આવી ગયું હોય તો આપ રાયતામાં થોડી ખાંડ ભેળવી શકો છો. ઠંડુ કર્યા બાદ આપ આ રાયતાને આરોગી શકો છો અને પરિવારના સભ્યો તેમ જ મહેમાનોને ચખાડીને વાહવાહી લૂંટી શકો છો.