બ્રિટિશ બ્રોડકાસ્ટ કંપની એટલે કે bbc બીબીસી બનાવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની એક ડોક્યુમેન્ટરી હાલમાં આખા ભારત દેશમાં બબાલ મચાવી દીધી છે. હૈદરાબાદ યુનિવર્સિટીમાં શરૂ થયેલું આ વિવાદનું ચક્રવાત ફરતું ફરતું દિલ્હી કલકત્તા કેરળ અને હવે મુંબઈ પહોંચ્યું છે. હૈદરાબાદ યુનિવર્સિટીમાં નરેન્દ્ર મોદી પર બનેલી આ ડોક્યુમેન્ટરી નું સ્ક્રિનિંગ થયું ત્યારબાદ આ ડોક્યુમેન્ટરી ખૂબ જ વિવાદમાં આવી છે તેનો ચો તરફ સખત વિરોધ થઈ રહ્યો છે હૈદરાબાદ યુનિવર્સિટી આ ડોક્યુમેન્ટરી નું દિલ્હીની જેન્યુ માં સ્ક્રિનિંગ નું આયોજન રાખવામાં આવેલું હતું પરંતુ તેનો સખત વિરુદ્ધ અને તેનો સ્ક્રીનીંગ ન થઈ શક્યો ત્યારબાદ જામિયામાં પણ તેનું સ્ક્રિનિંગ નું આયોજન વિદ્યાર્થી સંગઠનો એ રાખ્યું હતું પરંતુ ત્યાં પણ ભારે વિરોધને પગલે તેનું સ્ક્રિનિંગ ન થઈ શક્યું. હવે દિલ્હી યુનિવર્સિટી અને અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ નરેન્દ્ર મોદી પરની આ ડોક્યુમેન્ટરીના સ્ક્રિનિંગ ની જાહેરાત કરીને જાણે કે બળવો પોકારી દીધો છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓનું એક જૂથ આ ડોક્યુમેન્ટ્રીનો સતત વિરોધ કરી રહ્યું છે. જેન્યુ અને જામી મહાભારત દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આ ડોક્યુમેન્ટરીના સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું પરંતુ ભારે હો ભાડા બાદ પોલીસે દિલ્હી યુનિવર્સિટીના 24 વિદ્યાર્થીઓને અટકમાં લીધા હતા બાદમાં તેમને છોડી પણ દેવામાં આવ્યા.
BBC Documentary થી વિવાદ કેમ?
બીબીસીએ બનાવેલી આ ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ માં ગુજરાતમાં ભડકેલા 2002 ના કોમી હુલ્લડો વિશે બે ભાગમાં દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી છે જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર રમખાણ ને લઈને અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે, જેને લઈને અનેક મોદી ચાહકોમાં નારાજગી છે. કઈ રીતે 2002ના રમખાણો થયા કેવી રીતે ગોધરા ખાતે ટ્રેનમાં આગ લાગી આગ લગાડવામાં આવી ત્યારબાદ હિંસા ભડકી શા માટે હિંસા પર કાબૂ ન મેળવી શકાય લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ કથળી સમગ્ર મામલે બે શ્રેણીમાં આ દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી છે જેનું વિરોધ થઈ રહ્યો છે.
હવે સવાલ એ છે કે શું દેશની સર્વોચ્ચ અદાલત આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને જુઓ મોટો દાખલ કરશે તો તેના પર કોઈ ચુકાદો કયા દેશ આપશે શું દેશમાં આ ડોક્યુમેન્ટરી નું સ્ક્રિનિંગ થઈ શકશે કે થવું જોઈએ કે ન થવું જોઈએ કે પછી ભારતમાં આ આ ડોક્યુમેન્ટરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવશે?