રાજ્યના મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી એકવાર મદદગારોની સહાય માટે આગળ આવ્યા છે. સપ્ટેમ્બરમાં પુરના કારણે અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે. અને ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશ હેઠળ સહાય યોજના જાહેર કરવામાં આવી.
સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ અને નર્મદા અને ઓરસંગ નદીમાં પૂર આવવાના કારણે નાના અને મધ્યમ વર્ગના વાણીજ્ય, વેપારી અને સેવાકિય પ્રવૃત્તિઓને નુકસાનમાંથી પુન:કાર્યાન્વિતવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે… આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના 40 ગામ તથા 02 શહેર, વડોદરા જિલ્લાના 31 ગામ તેમજ નર્મદા જિલ્લાના 32 ગામના લોકોને મળવાપાત્ર છે.
શું છે સરકારી સહાય?
લારી કે રેકડીનું નુકસાન થનારને 5 હજાર રૂપિયાની ઉચ્ચક સહાય મળશે નાની કેબિન અથવા દુકાન ધારકોને 20 હજાર રૂપિયાની ઉચ્ચક સહાય મળશે. 40 ફુટથી વધારે વિસ્તાર ધરવતા મોટા કેબિન ધારકોને 40 હજાર રુપિયાની સહાય મળશે જે દુકાનધારકનું માસિક ટર્નઓવર રુપિયા 5 લાખ સુધી હોય તેઓ 85 હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે દુકાનધારકનું માસિક ટર્નઓવર પ લાખ રૂપિયાથી વધુ હશે તો 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 ટકાના દરે અને વધુમાં વધુ કુલ 5 લાખ રૂપિયા સુધીની સહાય મળશે.
ઉચ્ચક રોકડ સહાય મળવાપાત્ર અસરગ્રસ્તોએ 31 ઓક્ટોબર, 2023 સુધીમાં સંબંધિત મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. જ્યારે વ્યાજ સહાય મળવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અસરગ્રસ્ત લોકોને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરવાની રહેશે.