Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeNATIONALBJP VS CONGRESS: સંકલ્પ પત્ર VS ન્યાય પત્ર..

BJP VS CONGRESS: સંકલ્પ પત્ર VS ન્યાય પત્ર..

Share:

BJP VS CONGRESS : લોકસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. PM મોદીએ BJP હેડક્વાર્ટર ખાતે સંકલ્પ પત્રનું અનાવરણ કર્યું. આ દરમિયાન તેમની સાથે મંચ પર ગૃહ મંત્રી અમિત શાહ, મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ રાજનાથ સિંહ, BJP અધ્યક્ષ જેપી નડ્ડા, નાણા મંત્રી નિર્મલા સીતારમણ હાજર હતા. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં દેશના વિવિધ વર્ગોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

વડાપ્રધાન મોદીની 24 ગેરંટી

  • ગરીબ પરિવારોના સેવાની ગેરંટી
  • મધ્યમ-વર્ગ પરિવારોના વિશ્વાસની ગેરંટી
  • નારી સશક્તિકરણની ગેરંટી
  • યુવાનોને રોજગારીની ગેરંટી
  • સિનિયર સિટિજનના સન્માનની ગેરંટી
  • ખેડૂતોના સન્માનની ગેરંટી
  • માછીમારોના પરિવારજનોની સમૃદ્ધિની ગેરંટી
  • શ્રમિકોના સન્માનની ગેરંટી
  • MSME, નાના વેપારીઓ, વિશ્વકર્માઓનું સશક્તિકરણ
  • સૌનો સાથ સૌનો વિકાસ
  • વિશ્વબંધુ ભારતની ગેરંટી
  • સુરક્ષિત ભારતની ગેરંટી
  • સમૃદ્ધ ભારત માટેની ગેરંટી
  • વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબની ગેરંટી
  • વિશ્વસ્તરિય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ગેરંટી
  • ઈઝ ઓફ લિવિંગની ગેરંટી
  • ભારતની અસ્મિતાના વિકાસની ગેરંટી
  • સુશાસનની ગેરંટી
  • સ્વસ્થ ભારતની ગેરંટી
  • ગુણવત્તાપૂર્ણ શિક્ષણની ગેરંટી
  • રમત-ગમતક્ષેત્રના વિકાસની ગેરંટી
  • તમામ ક્ષેત્રે વિકાસની ગેરંટી
  • ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળની ગેરંટી
  • પર્યાવરણ અનુકૂળ ભારત નિર્માણની ગેરંટી

ભાજપએ રવિવારે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો અને PM મોદીની ગેરંટીને 24 કેરેટ સોનું ગણાવ્યું. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપે પોતાના વચનો પૂરા કરીને લોકોનો વિશ્વાસ મેળવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી 24 કેરેટ સોનાની જેમ જોવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે ભારતને વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવાનો સંકલ્પ પણ કર્યો છે. ભાજપે પોતાના ઘોષણાપત્રમાં PM મોદીના સંકલ્પોને પૂરા કરવાનો રોડમેપ રજૂ કર્યો છે.

BJP VS CONGRESS : બીજી તરફ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેના ઘોષણાપત્રમાં પાંચ ન્યાયનો સમાવેશ કર્યો છે. જેમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસ કહે છે કે અમે સાથે મળીને આ અન્યાયી સમયના અંધકારને દૂર કરીશું અને ભારતના લોકો માટે સમૃદ્ધ, ન્યાયથી ભરપૂર અને સુમેળભર્યા ભવિષ્યનો માર્ગ મોકળો કરીશું.

    કોંગ્રેસના ન્યાય પત્રમાં શું છે?

    • મહિલાઓને સરકારી નોકરીમાં 50 ટકા અનામત આપવા બંધારણમાં સંશોધન 
    • સરકારી નોકરીઓમાં કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે 
    • ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને અનામત અપાશે 
    • સ્વાસ્થ્યની સારસંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઇન્સ્યોરન્સ 
    • ગરીબ પરિવાર માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરાશે, કોઈ પણ શરત વિના 1 લાખ રૂપિયા અપાશે 
    • યુવાનોને 30 લાખ સરકારી નોકરી અપાશે 
    • પેપરલીક રોકવા માટે કાયદો અને નીતિ બનાવાશે 
    • પાક નુકસાની થવા પર 30 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે વળતર 
    • શ્રમિકોનું દૈનિક વેતન વધારીને 400 રૂપિયા કરાશે. મનરેગામાં પણ આ જ નિયમ લાગુ કરાશે 
    • એસસી, એસટીની વસ્તી પ્રમાણે તેમના માટે બજેટ આપવામાં આવશે

    4 જૂને પરિણામ જાહેર થશે

    લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે. લોકસભા ચૂંટણી માટે દેશમાં સાત તબક્કામાં 19 અને 26 એપ્રિલ, 7, 13, 20 અને 25 મે અને 1 જૂને મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.


    Share:
    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments