કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ખેલાડીઓ દમદાર પ્રદર્શન કરી રહ્યા છે. મેડલ જીતવા તરફ ભારત આગેકૂચ કરી રહ્યું છે. સૌરવ ઘોષાલે સ્ક્વોશની સિંગલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. સૌરવે આ મેચમાં ઇંગ્લેન્ડના ખેલાડીને 3-0થી માત આપી. ઈતિહાસમાં પહેલીવાર સ્ક્વૉશની સિંગલ ઇંવેન્ટમાં ભારતને ઘણા મેડલ મળ્યા છે.
ક્વૉશમાં મળેલા મેડલની સાથે ભારતને અત્યાર સુધી મળેલા મેડલની સંખ્યા 15 થઇ ગઇ છે. હજુ પણ ભારતને અનેક મેડલ્સ મળવાની સંભાવનાઓ છે.
બ્રોન્ઝ મેડલના આ મેચમાં સૌરવ ઘોષાલનો મુકાબલો ઇંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપ સામે હતો. સૌરવે શરૂઆતથી જ મજબૂત પકડ બનાવી હતી. તેણે ત્રણ સેટમાં જ મુકાબલો જીતી લીધો.
આ જીતની સાથે જ સૌરવે કોમનવેલ્થમાં ઇતિહાસ રચી દીધો. આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વૉશ સિંગલ ઇવેન્ટમાં ભારતને ક્યારેય મેડલ નથી મળ્યો. 35 વર્ષના સૌરવ ઘોષાલ પશ્ચિમ બંગાળના કોલકાતાથી ઘરોબો ધરાવે છે. સ્ક્વોશમાં શાનદાર પ્રદર્શન બદલ તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
કોમનવેલ્થ ગેસ્મ 2022
ભારતને મળેલા મેડલની સૂચિઃ (3 ઓગસ્ટ 2022 સુધી)
- સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેટલિફ્ટિંગ 55 કિગ્રા)
- ગુરુરાજા-બ્રોજ મેડલ (વેટલિફ્ટિંગ 61 કિગ્રા)
- મીરાબાઇ ચનુ- ગોલ્ડ મેડલ (વેટલિફ્ટિંગ 49 કિગ્રા)
- બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેટલિફ્ટિંગ 55 કિગ્રા)
- જેરેમી લાલરિનુગા- ગોલ્ડ મેડલ (વેટલિફ્ટિંગ 67 કેજી)
- અચિંતા શેઉલી- ગોલ્ડ મેડલ (વેટલિફ્ટિંગ 73 કેજી)
- સુશીલા દેવી- સિલ્વર મેડલ (જુડો 48 કેજી)
- વિજય કુમાર યાદ- બ્રૉજ મેડલ (જૂડો 60 કિગ્રા)
- હરજિન્દર કૌર- બ્રૉજ મેડલ (વેટલિફ્ટિંગ 71 કિગ્રા)
- વુમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લૉન બોલ્સ)
- પુરુષ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેન)
- વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેટલિફ્ટિંગ 96 કિગ્રા)
- મિક્સ્ડ બેડમિંટન ટીમ- સિલ્વર મેડલ
- લવપ્રીત સિંહ-બ્રૉન્જ મેડલ (વેટલિફ્ટિંગ 109 કેજી)
- સૌરવ ઘોષાલ-બ્રોજ મેડલ (સ્વોશ સિંગલ્સ ઇવેન્ટ)
- તુલિકા માન- સિલ્વર મેડલ (જુડો)