2 વર્ષ બાદ ફરી ભક્તોને બાબાના દર્શન કરવાનો અવસર મળ્યો. કેદારનાથના કપાટ ખુલતા જ ભગવાન કેદારનાથના જયજયકાર સાથે માહોલ ગૂંજી ઉઠ્યો. ધાર્મિક પરંપરા સાથે બાબાના દ્વાર ખુલ્યા, ભક્તો ઉમટી પડ્યા પણ સાથે કોરાનાના નિયમો ન ભૂલવાની અપીલ પણ કરાઈ.
જેવા ઘડિયાળમાં સવારના 6.25 થયા બાબા કેદારની ભક્તોનો 2 વર્ષની વાટ પૂરી થઈ અને ભક્તો બાબાની ભક્તિમાં લીન થઈ ગયા. 2 વર્ષ સુધી બાબાના કપાટ તો તેના સમયે ખુલતા રહ્યાં પંરતુ ભક્તો તેના દર્શનથી વંચિત રહ્યા અને આખરે એ સમય આવી ગયો. બાબાએ ભક્તોને દર્શન પણ આપ્યા અને આશિર્વાદ પણ..શુભ મુહુર્તમાં કેદારનાથના મુખ્ય પુજારીના આવાસથી આર્મી બેન્ડ સાથે બાબા કેદારની ડોલીને મંદિર પરિસર તરફ લાવવામાં આવ્યા અન જય કેદારના ઉદ્ઘોષ સાથે કપાટ ખોલવામાં આવ્યા. ઉત્તરાખંડના cm પુષ્કરસિંહ ધામીએ 10,000 શ્રદ્ધાળુઓ સાથે વડાપ્રધાન મોદીના નામે પ્રથમ પૂજા દરમિયાન બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી બાબા કેદારનાથના આશીર્વાદ લીધા હતા.

બાબાના મંદિરને 10 કિવન્ટલ ફુલોથી સજાવવામાં આવ્યું છે. જયારે ગુરુવારે ભગવાન કેદારનાથની પંચમુખી ડોલી ભકતોના જય જયકાર સામે કેદારનાથ ધામ પહોંચી હતી. વિધિવત બાબાની ડોલીને મંદિર સમક્ષ બિરાજમાન કરાઈ હતી. સાથે સાથે ધાર્મિક પરંપરાઓનું પાલન પણ થયું હતું. વહેલી સવારે બાબા કેદારનાથની ઉત્સવ ડોલીને મુખ્ય પુજારી દ્વારા ભોગ લગાવાયો હતો અને નિત્ય પૂજા કરાઈ હતી. સોનાની બેન્ડની ધૂનો સાથે કેદારનાથ ધામ જય જયકારની ગુંજાયમાન થઈ ગયું હતું.
જો કે યાત્રા તો શરૂ કરાઈ પણ ભક્તોને હજુ કોરોના નિયમોના પાલનની વિનંતી કરાઈ રહી છે. હવે 6 મહિના સુધી બાબા કેદારનાથના દર્શન અને પૂજા-અર્ચના ભક્તો કરી શકશે.