Met Gala 2025 ન્યુ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજાયો હતો. આ વર્ષે Met Gala ની થીમ સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ હતી. આ મેટ ગાલા ભારતીય ચાહકો માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે બોલિવૂડના કિંગ Shahrukh Khan એ રેડ કાર્પેટ પર પોતાનો ડેબ્યૂ કર્યો છે. શાહરૂખ ખાને આ ડેબ્યૂ સાથે ઇતિહાસ રચ્યો છે. મેટ ગાલામાં હાજરી આપનાર તે પ્રથમ ભારતીય પુરુષ અભિનેતા છે. તેમના પહેલા કોઈ ભારતીય અભિનેતા મેટ ગાલામાં પહોંચ્યા નથી. આ ઉપરાંત, Kiara Advani બેબી બમ્પ સાથે રેડ કાર્પેટ પર દેખાનારી પ્રથમ ભારતીય અભિનેત્રી પણ બની છે.
શું છે Met Gala?
મેટ ગાલા એ એક ચેરિટી ઇવેન્ટ છે જે દર વર્ષે ન્યુ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજવામાં આવે છે. તેની શરૂઆત 1948માં સોસાયટી મિડનાઈટ ડિનર તરીકે થઈ હતી. આ ફેશન શોમાં, ભારત અને વિદેશના સ્ટાર્સ સારા પોશાક પહેરીને ભાગ લે છે. મેટ ગાલાનું આયોજન અને અધ્યક્ષતા 1995 થી વોગ મેગેઝિનના મુખ્ય સંપાદક એના વિન્ટોર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે તે દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે આયોજિત થાય છે. આ ઉપરાંત, એના વિન્ટોર પોતે મેટ ગાલાની થીમ નક્કી કરે છે. ઉપરાંત, મહેમાનોની પસંદગી એના વિન્ટોર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે.
મેટ ગાલા ભારતીય સિનેમા અને ફેશન માટે ખાસ છે. આ વખતે, બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનથી લઈને અભિનેત્રી કિયારા અડવાણી, દેશી ગર્લ Priyanka Chopra, ગાયક-અભિનેતા Diljit Dosanjh, Isha Ambani વગેરે આ ફેશન ફેસ્ટિવલનો ભાગ બન્યા છે.
આ પણ વાંચો – INS Surat: અરબી સમુદ્રમાં ભારતની તાકાત તૈનાત
મેટ ગાલા કદાચ દુનિયાભરમાં ઘણા સમય પહેલા શરૂ થયો હશે. પરંતુ 2017 થી, ભારતીય સેલેબ્સે તેમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ભારત તરફથી પહેલી વાર, Priyanka Chopra અને Deepika Padukone એ આ કાર્યક્રમમાં પ્રવેશ કર્યો. વર્ષ 2023 માં, આલિયા ભટ્ટે આ શોમાં ડેબ્યૂ કર્યું.