Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeINTERNATIONALDonald Trump: અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ

Donald Trump: અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ

Share:

અમેરિકામાં ફરી એકવાર ‘ટ્રમ્પ યુગ’ પાછો ફર્યો છે. રિપબ્લિકન નેતા Donald Trump એ સોમવારે રાત્રે ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે યુએસ સંસદ કેપિટોલ હિલ ખાતે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોન રોબર્ટ્સે શપથ લેવડાવ્યા. આ સાથે તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે.

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, પત્ની મેલાનિયા બાઇબલ પકડીને ઉભી હતી. Donald Trump એ શપથ લીધા પછી, કેપિટોલ બિલ્ડીંગના રોટુન્ડા (હોલ)માં થોડા સમય માટે તાળીઓના ગડગડાટ સાથે વાત ચાલી. અગાઉ, તેમણે 2017 થી 2021 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 45મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમના પહેલા, રિપબ્લિકન નેતા જેડી વાન્સે અમેરિકાના ૫૦મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ છે. કડકડતી ઠંડીને કારણે, 40 વર્ષ પછી સંસદની અંદર રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. અગાઉ 1985મા, રોનાલ્ડ રીગન કેપિટોલ હિલની અંદર શપથ ગ્રહણ કર્યા હતા. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ખુલ્લા મેદાન, નેશનલ મોલમાં શપથ લે છે. આ દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે તેઓ રશિયા-યુક્રેન અને પરમાણુ શસ્ત્રોના મુદ્દા પર વાતચીત કરવા તૈયાર છે.

આ પણ વાંચો – Kho Kho World Cup: પુરુષ-મહિલા ટીમ પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન

ટ્રમ્પે કહ્યું, “અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત હમણાં જ થઈ રહી છે.” આ દિવસથી, આપણો દેશ ફરીથી સમૃદ્ધ થશે અને સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થશે. આપણી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments