મેગેઝીન માટે અનન્યા પાંડેએ ફોટોશૂટ કરાવ્યું છે, એવામાં તેણે પોતાના કવર ફોટોને ઇન્ટાગ્રામ પર શેર કરતા જ ફેન્સ ઘેલા બની ગયા. આ તસવીરમાં અનન્યા પાંડેએ બિકિની ટોપ અને ટ્રાઉઝર્સ પહેરેલું છે. તેણે તસવીરના કેપ્શનમાં કંઇક આવુ લખ્યું છે “સુગર એન્ડ સ્પાઇસ એન્ડ એવરીથિંગ નાઇસ”
અનન્યા પાંડે બોલીવુડની યંગ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. અનન્યાએ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેના કારણે તે હાલમાં ચર્ચામાં છે. અનન્યા પાંડેએ પોતાના મેગઝીન ફોટોશૂટનો કવર ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. જેના પર તેની ફ્રેન્ડ સુહાના અને નવ્યા અને ઇશાન ખટ્ટરે પણ તેના ભરપૂર વખાણ કર્યા.
કોસ્મોપોલિટન ઇન્ડિયા માટે અનન્યા પાંડેએ ફોટોશૂટ કરાવ્યું છે. એવામાં તેણે આ કવરફોટોને ઇન્સ્ટા પર પોસ્ટ કરતા જ ચોતરફ તેની ચર્ચા થવા લાગી છે. સુહાના ખાને કોમેન્ટમાં લખ્યું છે કે ઓ માહ ગોડ. સાથે જ હાર્ટવાળું ઇમોજી પણ લગાવ્યું છે. તો ઇશાન ખટ્ટરે પણ ફાયર અને રેડ ચિલી ઇમોજી શેર કરી છે. મલાઇકા, દીપિકાએ પણ તેના વખાણ કર્યા.
આપને જણાવી દઇએ કે અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની સાથે ફિલ્મ ખાલી પીલીમાં કામ કરી ચૂકી છે. આ ફિલ્મ બાદ બંને વચ્ચે અફેયરની ચર્ચાએ જોર પકડ્યું છે. બંને સાથે માલદીવ રજા માણવા પણ ગયા હતા. જોકે બંને એકબીજાને સારા મિત્ર ગણાવે છે.