IFFCOની ચૂંટણીમાં Jayesh Radadiya ની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને Jayesh Radadiya વચ્ચે મુકાબલો હતો. સહકારી આગેવાન જયેશ રાદડિયા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાને 100 થી વધુ મત મળે તેવી શક્યતા હતી, પરંતુ જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા છે.
ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ
IFFCO એટલે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ઈફકો ભારતીય સહકારી સંઘની માલિકીપણા હેઠળ છે. વર્ષ 1967માં ફક્ત 57 સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 36,000 કરતા પણ વધારે ભારતીય સહકારી સમિતિઓ સામેલ છે. ખાતર બનાવીને વેચવાના મુખ્ય વ્યવસાયની ઉપરાંત આ સમિતિઓનો વ્યવસાય સામાન્ય વીમાથી માંડીને ગ્રામીણ દૂરસંચાર જેવા વિવિધ સેક્ટર્સ સુધી ફેલાયેલો છે. ઈફકો ભારતના 6 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. ભારતના ખૂણેખાંચરે રહેતા ખેડૂતો સુધી ખાતર પહોંચાડવાનો આકરો પડકાર ઈફકોના માર્કેટિંગ વિભાગની સામે છે. ઈફકોએ દુનિયાભરમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો છે.
180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત
ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા, પરંતુ તેમાંથી 180 મત પડ્યા છે. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત, જ્યારે હરીફ બીપિન પટેલ ગોતાને 66 મત જ મળ્યા છે.
હાલમાં દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન
હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન છે. પાટીદાર સમાજમાંથી આવતા જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.
આ પણ વાંચો: Gujarat Lok Sabha Election: વલસાડમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન