ભાજપે બનાસકાંઠામાંથી પરબત પટેલને બાકાત રાખી Dr. Rekhaben Chaudhary ને ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી ભાજપે ચૌધરી સમાજને ટાર્ગેટ કર્યો છે. રેખાબેન સ્વ. ગલબાભાઈની પૌત્રી છે. બનાસકાંઠા જિલ્લામાં સ્વ. ગલબાભાઈનું નામ ભારે આદરથી લેવાય છે. ડૉ. રેખાબેન ચૌધરીએ ઉચ્ચ અભ્યાસ કરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. જેઓનો પરિવાર વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે.
બહેનોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ
બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર Dr. Rekhaben Chaudhary, બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વમાનભેર પોતાનું જીવન જીવી રહ્યા છે એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડૉ. રેખાબેન બહેનોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી તેમના દાદાશ્રીનો વારસો પણ સાચવી રહ્યા છે. પરબતભાઈ પટેલ અહીંથી ભાજપના સાંસદ હતા પણ ભાજપે અહીં મહિલા અને શિક્ષિત ઉમેદવારનો દાવ ખેલ્યો છે. પરબતભાઈની ઉંમર 70 પ્લસ હોવાથી તેમનું નામ કપાવવાની પૂરી શક્યતા હતી.
સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું
ડૉ. રેખાબેનનું સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. ડૉ. રેખાબેન તથા તેમના પતિ ડૉ. હિતેશ પ્રેમજીભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તા છે. ડૉ. હિતેશભાઈ ચૌધરી હાલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અગાઉ કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી, યુવા મોરચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવે છે. ડૉ. હિતેશભાઈ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય તરીકે રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: Vinod Chavda: કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર