ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બીજી તરફ આ જ મૂવીની ગૂંજ સંસદ સુધી પહોંચી છે. ‘એનિમલ’ મૂવીને લઈને વિરોધના સૂર સંસદ સંભળાઈ રહ્યા છે. સંસદમાં ફિલ્મ ‘ANIMAL’ માં બતાવવામાં આવેલા હિંસાત્મક દ્રશ્યોને લઈને ટીકા થઈ રહી છે.

‘ANIMAL’ એક બિમારી હૈ: રંજીત રંજન
ગુરુવારે રાજ્યસભાના શૂન્ય કલાક દરમિયાન, કોંગ્રેસના સાંસદ રંજીત રંજને ફિલ્મને સમાજ માટે ‘બિમારી’ તરીકે લેબલ કર્યું. રંજીત રંજને કહ્યું, ફિલ્મમાં મહિલાઓનું અપમાન અને એટલી વધારે હિંસા બતાવવામાં આવી છે. મારી પુત્રી અને તેની સહેલી અડધી ફિલ્મે જ રોતા રોતા થિયેટરની બહાર આવી ગઈ.
રંજને કહ્યું કે, હિંસાની યુવાઓ પર ખૂબ અસર પડે છે. નેગેટિવ રોલને હીરો તરીકે રજૂ કરતા બાળકો તેને રોલમોડલ માનવા લાગી જાય છે. આપણને સમાજમાં અનેક એ પ્રકારની હિંસા જોવા મળે છે જે ઉદાહરણો ફિલ્મમાંથી લઈને આવે છે.
‘ANIMAL’ મૂવી વિશે જાણવા જેવું
આ ફિલ્મને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશીમાં પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ‘એનિમલ’ દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી, બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મે માત્ર 6 દિવસમાં વર્લ્ડ વાઈડ કલેક્શનમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
‘બ્રહ્માસ્ત્ર’ને આપી માત
2018માં રિલીઝ થયેલી બાયોગ્રાફિકલ ફિલ્મ ‘સંજુ’ હજુ પણ નંબર વન પર છે. જેનું જીવનકાળનું કલેક્શન 342.53 કરોડ રૂપિયા છે. ‘એનિમલ’એ અત્યાર સુધી પોતાના કલેક્શનથી ‘બ્રહ્માસ્ત્ર’ને માત આપી છે. ‘એનિમલ’ રણબીર કપૂરની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.
‘ANIMAL’ નું બમ્પર કલેક્શન
પ્રથમ વખત છે કે A સર્ટિફિકેટ ફિલ્મએ આટલી કમાણી કરી છે, જ્યારે સામાન્ય ફિલ્મો ભાગ્યે જ આવું કરી શકતી હોય છે. લગભગ 100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘એનિમલ’ જોવા માટે લોકોના અનેરો ક્રેઝ છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી.
ફિલ્મનાં રસપ્રદ તથ્યો
- ‘ANIMAL’ 3 કલાક 21 મિનિટ લાંબી ફિલ્મ
- ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું
- ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ
- હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી હિંસક ફિલ્મ ‘ANIMAL’
- આ ફિલ્મમાં 500 કિલોની મશીન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો