યુક્રેન રશિયા બાદ વિશ્વમાં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ યુદ્ધ ભારતના પાડોશી દેશ ચીન અને તાઇવાન વચ્ચે થવાના એંધાણ છે, અને આ તમામના કારણમાં ફરી એકવાર જગત જમાદાર અમેરિકા પોતાની કૂટનીતિ રમી રહ્યું છે. જેમ ભારત અને પાકિસ્તાનના સંબંધો છે તે જ રીતે ચીન અને તાઇવાનના સંબંધો છે. જે રીતે અમેરિકા પાકિસ્તાનને સપોર્ટ કરે છે તે જ રીતે તાઇવાનને પણ ટેકો કરી રહ્યું છે, અમેરિકાની આ હરકતથી અકળાયેલા ડ્રેગને તાઇવાન પર હુમલાની ધમકી આપી હતી.
પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મૂલાકાત કરી હતી. પેલોસીએ કહ્યું કે, ‘તાઈવાનના સારા મિત્ર’ તરીકે સંબોધિત કરીને સન્માનિત કરવામાં આવે તે ગર્વની વાત છે. આ સાથે પેલોસીએ કહ્યુ કે અમે તાઈવાનની લોકશાહીના સમર્થનમા છીએ અને તાઈવાનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને કહ્યુ કે નેન્સી પેલોસીના પ્રવાસ અને USના અભૂતપૂર્વ સહયોગ માટે આભારી છીએ. અને ‘લોકતંત્રને લઈને પેલોસીની પ્રતિબદ્ધતા સરાહનીય છે. તેમણે કહ્યુ કે તાઈવાન ક્યારેય પાછળ નહીં હટે અને લોકતંત્રની રક્ષા કરીશું.. જોકે આ મુલાકાતથી ચીનના પેટમા તેલ રેડાયુ છે.
અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીનું વિમાન જ્યારે તાઇવાનની ધરતી પર લેન્ડ થતાંની સાથે જ શરૂ થઇ ગઈ બબાલ.. નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાતથી બેબાકળા બનેલા ચીને અનેક આક્રમક નિર્ણયો પણ લઇ લીધા.
નિર્ણય-1
તાઇવાનને ઘેરી વળ્યું ચીન
ચીને તાઇવાનના ફરતે 6 નો એન્ટ્રી ઝોન બનાવી દીધા છે, જ્યાંથી કોઇ પેસેન્જર પ્લેન કે શિપ તાઇવાન નહીં જઇ શકે. ચીને તાઇવાનની ચારેય તરફ પોતાના j-20 ફાઇટર જેટ અને યુદ્ધ જહાજ તૈનાત કરી દીધા છે.
નિર્ણય-2
મિલિટ્રી ડ્રિલ શરૂ કરી
ચીને નોર્થ, સાઉથવેસ્ટ અને સાઉથ ઇસ્ટમાં તાઇવાનના દરિયાઇ, હવાઇ ક્ષેત્રમાં મિલિટ્રી ડ્રિલ કરવાની શરૂઆત કરી છે. પેલેસીના તાઇવાન પહોંચતા જ ચીને તાઇવાનના પૂર્વમાં સમુદ્રમાં મિલાઇલ પરિક્ષણ પણ કર્યું. અન્ય હથિયારોનું પણ પરિક્ષણ કરવાની જાહેરાત કરી છે.
નિર્ણય-3
તાઇવાન પર આર્થિક પ્રતિબંધ
ચીને તાઇવાન પર અનેક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. ચીને તાઇવાનને નેચરલ સેન્ડ આપવાનું બંધ કરી દીધું, જેનાથી તાઇવાનને મોટાપાયે નુકસાન થઇ શકે છે. કોરોના મહામારી બાદ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તાઇવાન માટે આવકનો સોર્સ બન્યો છે, ત્યારે રેતીની આયાત બંધ થતાં ફટકો પડશે.
નિર્ણય-4
અમેરિકાને સીધી ધમકી
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે અમેરિકા તાઇવાનનો ઉપયોગ ચીનને ઘેરવા માટે કરી રહ્યું છે. અમેરિકા સતત વન ચાઇના પોલીસીને પડકારી રહ્યું છે. અમેરિકાનું આ વલણ આગ સાથે રમત કરવા જેવું છે, અને તે ખૂબ જ ખતરનાક છે. જે આગ સાથે રમશે, તે ખુદ સળગીને રાખ થઇ જશે.
તાઇવાન ઝઘડાનું કારણ કેમ?
ચીનથી 160 કિમી દૂર તાઇવાન એક દ્વીપ છે. ચીન માને છે કે તાઇવાન તેનું જ પ્રોવિન્સ છે, જ્યારે તાઇવાન ખુદને એક આઝાદ દેશ માને છે. ચીન અને તાઇવાન વચ્ચે દુશ્મનીના બીજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોપાયા હતા.
નેન્સી પેલોસી પહેલેથી જ ચીનની ટીકાકાર રહી છે. 1991માં બેઇજિંગમાં પેલોસી રિપોટર્સની સાથે થિયાનમેન સ્ક્વેયર પહોંચી હતી. ડ્રેમોક્રેસી માટે લડતા વિદ્યાર્થીઓના મોતને લઇને બેનર લહેરાવ્યું હતું. આ તે સમયની તસવીર છે.

આજે પણ નેન્સીએ બેબાક અને બેખોફ તાઇવાનની ધરતી પર પગ મુકીને ચીનની ચેલેન્જને નજરઅંદાજ કરી દીધી.