આલિયા ભટ્ટ રણબિર કપૂર પ્રેગ્નેન્સી :
આલિયા ભટ્ટ રણબિર કપૂર ટુંક સમયમાં જ બનશે માતા પિતા. આલિયા ભટ્ટ અને રણબિર કપૂરનું કેરિયર ઊંચાઈ પર છે અને એ બંને કેટલા વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની ઉમર પેરેન્ટસ બનવા માટે યોગ્ય છે અને આવામાં તેમને જે ખુશ ખબર મળી છે તે સમય પણ યોગ્ય છે. જો આપ પણ નવદંપતિ હોવ અને ચાઇલ્ડ પ્લાન કરી રહ્યા હોવ તો આલિયા અને રણબિર કપૂરની જેમ આપે પણ ફેમિલી પ્લાનીંગ માટે ઘણા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ.
આલિયા ભટ્ટે લગ્નના ત્રણ મહિનાની અંદરજ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી દીધી છે. આ ખુશ ખબરી તેને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલ એક ફોટોમાં આલિયા હોસ્પિટલના બેડ પર સૂઈ રહી છે, અને તે પોતાના બાળકના અલ્ટ્રાસાઉન્ડ ફોટો જોઇ ખુશીથી સ્માઈલ આપી રહી છે. આ તસવીરમાં રણબીર પણ નજરે પડે છે. સોશિયલ મીડિયામાં આ સુંદર કપલની સુંદર તસવીર ચર્ચામાં છે.
આલિયા ભટ્ટની ઉમર 29 વર્ષ છે કરિયરમાં પણ તે ઘણી ઊંચાઈ સુધી પહોંચી ગઇ છે. હેલ્થ એક્સપર્ટસનું પણ એ જ માનવું છે કે 30 વર્ષ પહેલા ફેમિલી પ્લાનીંગ કરી લેવું જોઈએ. આવો જાણીએ લગ્નના સમયમાં આપની ઉમર અને ફેમિલી પ્લાનીંગનું શું કનેક્શન છે.
જો આપના લગ્ન 20 વર્ષ પહેલા થયા હોયઃ
નિષ્ણાતોનું માનવું છે કે 20 વર્ષ પહેલા કોઈ મહિલાએ માતા બનવુ ન જોઈએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના મત મુજબ દુનિયામાં 15-19 વર્ષની મહિલાઓમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ પ્રેગ્નેન્સી અને બાળકનો જન્મ હોય છે. અને જો કોઈ સ્ત્રી 20 વર્ષ થી નાની છે તો જન્મના સમયે કે જન્મ પછી બાળકના મૃત્યુની સંભાવના વધી જાય છે.
કરિયર અને STUDYને પણ ધ્યાનમાં રાખીને જોઈએ તો પણ આ ઉમરમાં બાળકને જન્મ આપવામાં કોઈ સમજદારી નથી. કાયદાકીય રીતે પણ સ્ત્રી અને પુરુષને 21 વર્ષ પહેલા લગ્ન કરવાની પરવાનગી નથી.
જો આપના લગ્ન 20-25 વર્ષની ઉમરમાં થયાં હોયઃ
જો આપના લગ્ન 20 વર્ષની ઉમર પછી થયાં હોય તો આ સમય પ્રેગ્નેન્સી માટે સૌથી ઉત્તમ ગણાય છે. આ વર્ષોમાં મહિલાઓના એગ્સ વધારે સારા હોય છે, અને પુરૂષોના સ્પર્મ પણ પ્રેગ્નેન્સી માટે સક્રીય હોય છે. પરંતુ આ સમયમાં પણ તમે પ્રેગ્નેન્સી ત્યારે જ પ્લાન કરો જ્યારે તમે આપના બાળકને એક સારુ ભવિષ્ય આપી શકવા સક્ષમ હોવ.

જો આપની ઉમર 25-30 વર્ષની વચ્ચે હોયઃ
જો આપે 25 વર્ષ પછી અને 30 વર્ષ પહેલા લગ્ન કર્યાં હોય તો ફેમિલી પ્લાનીંગ માટે બિલકુલ રાહ ના જોવી જોઇએ. ઘણા કપલ્સ એવું માને છે કે બાળકને જન્મ આપવા માટે આ ઉંમર યોગ્ય ગણાય છે કેમકે આ ઉંમર સુઘી તેઓ તેમને ફાયનાશીયલ સિક્યોર કરી ચુક્યા હોય છે. તેઓ મેન્ટલી અને ફિઝીકલી પણ બાળક માટે તૈયાર હોય છે.
જોવાં જઇએ તો તંદુરસ્તી પ્રમાણે આ ઉમરમાં મહિલાઓની પ્રજનન શક્તિમાં ઘટાડો થાય છે અને પ્રેગનેન્ટ થવાની તેમની સંભાવના એક વર્ષની અંદર એક ચતુર્થાંશ ઓછી થઇ જાય છે. પુરુષોના સ્પર્મ ક્વોલિટિમાં અસર પડે છે, અને જો કોઇ પુરુષ રેગ્યુલર દારુ પીવે છે અને સ્મોકિંગ કરે છે તો પણ તેના સ્પર્મકાઉન્ટ અને ગુણવત્તા ઘટી જાય છે. એટલે જો આપ મેરિડ હોવ અને આપની ઉમર 25-30 વર્ષની નજીક હોય તો તમારે બાળક માટે રાહ ન જોવી જોઇએ.
જો આપના લગ્ન 30-35 વર્ષમાં થયાં હોય તોઃ
30 વર્ષ પછી જો લગ્ન થયા હોય તો પ્રેગ્નેન્સીમાં પ્રોબ્લેમ આવી શકે છે, આ માટે બાળકની આશા રાખવાવાળા કપલ્સ લગ્ન પછી તરતજ ફેમિલી પ્લાનિંગ કરી લેવી જોઇએ. 30 વર્ષ પછી સ્ત્રીમાં પ્રેગ્નેન્સી સંભાવના ઓછી થઇ જાય છે. બાળક માટે વિચારણા કરતા પહેલાં બંને પતિ-પત્નીનો ફૂલ બો઼ડી ચેકપ કરાવી લેવો જોઇએ.
આ ઉમરમાં પુરુષોના સ્પર્મ કાઉંટ અને તેમની ક્વાલીટી પણ પ્રભાવિત હોય છે જેને કારણે બાળકને ધણી બઘી બિમારીનો ખતરો રહે છે. ઘણા પ્રયોગોમાં એવુ જોવા મળ્યું છે કે જો તમે આ ઉમરમાં પ્રેગનેન્ટ થાવ છો તો તમારો બાળકને ઓટિઝ્મ ( દિમાગનો વિકાસ ઓછો હોવો) જેવી બિમારીનું નુકસાન હોય છે.

જો આપના લગ્ન 35-40 ઉમરમાં થયા હોય તોઃ
આ ઉંમ્રમાં લગ્ન કરવા પર સ્રી-પુરુષ બંન્ને એ ફુલ બો઼ડી ચેકપ કરાવી લેવો જોઇએ અને એ સુનિચ્ચિત કરી લેવું જોઇએ કે તે એક સ્વસ્થ બાળકને જન્મ આપી રહ્યા છે. આ ઉમરમાં બાળકને જન્મ આપવાથી બાળકમાં ડાઉન સિડ્રોમ અને ઑટિઝ્મનું નુકસાનની ભીતિ રહે છે. મહિલાને પણ મિસકેરેજની સંભાવના વધી જાય છે.
જો આપના લગ્ન 40-45ની ઉમરમાં થયા હોય તોઃ
આ ઉમરમાં લગ્ન કર્યા પછી બાળકને જન્મ આપવો ઘણું મુશ્કેલી ભર્યું હોય શકે છે કેમકે મા અને બાળકને થવા વાડી પ્રોબ્લેમ વધી જાય છે. પ્રયોગો એવું પણ જણાવે છે કે આ ઉમરમાં મહિલાની નોર્મલ ડિલિવરી થવી ઘણી મુશ્કિલ છે. જન્મ લીધા પછી બાળકમાં ઓટિજ્મ નું તો નુકશાન હોય છે જ સાથે સાથે તેનો માનસિક અને શારીરિક વિકાસ પણ સારી રીતે થતો નથી.
જો આપના લગ્ન 45 વર્ષ પછી થયા હોય તોઃ
જો તમે 45 વર્ષ પછી લગ્ન કરો છો તો અને તમને બાળકની ઇચ્છા હોય તો ઘણું મુશ્કેલ પડશે કેમકે આ ઉમરમાં પ્રેગ્નેન્સીની સંભાવના માત્ર 1 ટકા રહે છે. મહિલા જો પ્રેગનેન્ટ થઇ પણ જાય તો પણ તેને હાયપરટેંશન, પ્રેગ્નેન્સીના સમયમાં થવા વાડી સુગર પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે.
આ ઉમરમાં પુરુષોના સ્પર્મ પણ ઘણા કમજોર થય જાય છે, અને બાળકમાં માનસિક અને શારીરિક વિકાસની સંભાવના વધી જાય છે .જો મહિલાના ગર્ભમાં જો છોકરી હોય તો તેના ઓટિઝ્મની જોડે જોડે તેને બ્રેસ્ટ કેંન્સર જેવી બિમારી પણ થવાની સંભાવના રહે છે.