વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્મિત અને વિક્રાંત મેસી દ્વારા અભિનીત મોસ્ટ સકસેસફુલ મૂવી આજના સમય જે છે – 12TH Fail. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધિરિત છે. આ મૂવી એવા લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષને પ્રતિબિંબિત કરે છે જેઓ UPSCની પરીક્ષા તૈયારી કરી રહ્યા છે.
12TH Fail એ 2023ની ભારતીય હિન્દી-ભાષાની બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ વિધુ વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. તે મનોજ કુમાર શર્માની વાસ્તવિક જીવનની કહાની વિશે અનુરાગ પાઠકની પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. તેમને સાથ આપે છે મેધા શંકર, અનંત વી જોશી, અંશુમાન પુષ્કર અને પ્રિયાંશુ ચેટર્જી.

ફિલ્મ 12TH Fail ની કહાની મુંબઈમાં ફરજ નિભાવનારા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મનોજ કુમાર શર્માની છે. તેઓ મુંબઈ કેડરના 2005 બેચના અધિકારી છે. દેશના અન્ય ઘણા IPS અધિકારીઓની જેમ તેમની વાર્તાને પડદા પર લાવવાની ઈચ્છા ક્યારે અને શા માટે થઈ તે માત્ર તેઓ જ જાણે છે. પરંતુ તેમની આ કહાની ‘ભાઈકાલ’, ’ખાકી’માં પ્રકાશિત થયેલી અન્ય તમામ ક્રાઈમ વેબ સીરિઝથી તદ્દન અલગ છે.
સારું કામ કરવું એ દરેક સરકારી કર્મચારી અને અધિકારીઓની ફરજ છે. જ્યારે મધ્યપ્રદેશના એક PPS અધિકારીની આવી કામગીરી જોતા ગામનો ગરીબ મનોજ તેમનાથી પ્રભાવિત થઈ જાય છે. તેના જીવનમાં પહેલીવાર કોઈ તેને શીખવે છે કે નકલ કરવી સારી બાબત નથી. જોકે તે કોપી નથી કરતો અને 12 ધોરણમાં નાપાસ થાય છે. આ પછી તે સખત મહેનતથી વાંચે છે અને તે થર્ડ ડિવિઝન પાસ કરે છે. આગળની કહાની માટે અચૂકથી જોજો આ ફિલ્મ.
આ ફિલ્મ તેના વિઝ્યુઅલમાં ખૂબ જ સમૃદ્ધ છે. ડ્રોન કેમેરાના માધ્યમથી ગામડાઓ ખૂબ જ સુંદર દેખાય છે. રંગરાજન રામાબદ્રને મુખર્જી નગરની શેરીઓ પણ જીવંત કરી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની અંદર અને બહારના દ્રશ્યો તેમની કલાત્મક સિનેમેટોગ્રાફીના ઉદાહરણ છે. વિધુ વિનોદ ચોપરાએ જસવિન્દર કોહલી સાથે મળીને પોતે આ ફિલ્મની રચના કરી છે. જ્યાં તેઓ મનોજની લાચારી બતાવવામાં લાંબો સમય લે છે.