જળ એ જીવન છે. સમગ્ર જીવસૃષ્ટી પાણી પર જ નિર્ભર છે. પરંતુ આ પાણી પણ આપનો જીવ લઇ શકે છે, જો આપે પાણી પીવામાં સાવધાની ન રાખી તો આપનું જીવન પણ જોખમમાં આવી શકે છે. આપણે જે પાણી પીવો છો, તે સાફ હોવું જોઇએ, ચોખ્ખુ અને શુદ્ધ હોવું જોઇએ આ વાત આપણે સૌ જાણીએ જ છીએ અને આપણે સૌ શુદ્ધ પાણી પીવાનો જ પ્રયાસ કરતા હોઇએ છીએ. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેઓ આ બાબતે ખુબ જ લાપરવાહ રહે છે, તેઓ ગમેત્યાંથી ગમેતેવું પાણી પી લેતા હોય છે. જો તે પાણી ગંદુ રહ્યું તો આપના શરીરને માઠી અસર પહોંચી શકે છે.
અશુદ્ધ પાણી પીવાથી થતી હાની
જાણો અશુદ્ધ પાણી પીવાથી કેટલી બિમારીઓ થઇ શકે છે, અથવા તો કઇ બીમારી થવાની સંભાવના રહે છે.
આપણી જવાબદારી છે કે આપણે આપણા સ્વાસ્થ્યનું સંપુર્ણ ધ્યાન રાખીએ. આવામાં આપણને ખબર હોવી જોઇએ કે જે વસ્તુ આપણે રોજિંદા આહારમાં લઇએ છીએ તે આપણા માટે કેટલુ ફાયદાકારક અને કેટલું હાનિકારક છે. શુદ્ધ પાણી પીવાથી તો ફાયદા જ છે, પરંતુ અશુદ્ધ પાણી પીવાથી આપણા શરીરને શું નુકસાન થઇ શકે છે તે આવો જાણીએ.
સૌને એવું કહેવામાં આવે છે કે દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ. પરંતુ આપને જણાવી દઇએ કે પાણી સ્વચ્છ અને સાફ હોવું જોઇએ. ગંદુ પાણી તબિયત ખરાબ કરી શકે છે. હા આ વાત સાચી છે કે લોકોને ખબર નથી હોતી કે તેઓ જે પાણી પીવે છે તે સ્વચ્છ છે કે અશુદ્ધ. અહીં અમે આપને માહિતગાર કરીશું કે ગંદુપાણી પીવાથી આપણે કેવી મુશ્કેલીમાં સપડાઇ શકીએ છીએ.
અશુદ્ધ પાણી પીવાના ગેરફાયદા:
- જો માણસ ગંદુપાણી પીવે છે તો તેને પેટને લગતી બિમારી થાય છે, ગંદુપાણી પીવાથી આપણી પાચન શક્તિ નબળી થાય છે, સાથે સાથે ઉલ્ટી, ઝાડા, પેટમાં દુ:ખાવો વગેરે સમસ્યાઓ ઉભી કરી શકે છે.
- ગંદુપાણી પીવાથી માણસના દિમાગ પર નકારત્મક અસર થાય છે. ગંદુપાણી પીવાથી માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
- સ્વચ્છ પાણી પીવાથી વ્યક્તિને ડિહાઇડ્રેશન થતુ નથી, પણ જો ગંદુપાણી પીવામાં આવી જાય તો વ્યક્તિને ડિહાઇડ્રેશન થઇ શકે છે. જેના કારણે ચક્કર આવવા, બેભાન થવું વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે.
- 4.જો વ્યક્તિ ગંદાપાણીનો પીવામાં ઉપયોગ કરે છે તો તેના કારણે કિડનીને લગતી બીમારીનો પણ સામનો કરવો પડે છે. પાણીમાં કેડમિયમની માત્રા હોય છે જેના કારણે લોકોને પથરીની બિમારી થય શકે છે.