અમદાવાદમાં સોલા ઉમિયાધામ ખાતે શિલાન્યાસ મહોત્સવનો અંતિમ દિવસ હતો.. વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા.. તેમણે કહ્યું આ કાર્યથી આવનારી પેઢીને ખુબ ફાયદો થશે.
અમદાવાદનાં સોલામાં પાટીદાર સમાજ દ્રારા નિર્માણ કરાઇ રહેલાં ઉમિયાધામનાં શિલાન્યાસ મહોત્સવનો ત્રીજો અને અંતિમ દિવસ અનેક દિગ્ગજોની હાજરીનો સાક્ષી બન્યો.. મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો પણ જોડાયા.. સાથે જ, વડાપ્રધાન મોદીએ પણ વીડિયો કોન્ફરન્સની હાજરી આપી.. તેમણે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલા આ કાર્યને બિરદાવ્યું અને કહ્યું કે યુવા પેઢીને તૈનાથી ફાયદો થશે. તેમણે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાની હાકલ પણ આ કાર્યક્રમનાં માધ્યમથી કરી.

વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરી વચ્ચે મંત્રોચ્ચાર સાથે 501 શિલાપૂજનની વિધિ કરીને શિલાન્યાસ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.