Canada સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે ભારતે સોમવાર, 14 ઓક્ટોબરે એક્ટિંગ હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર સહિત 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. તેમને 19મી ઓક્ટોબરે મધ્યરાત્રિ 12 સુધીનો સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ રોઈટર્સના અહેવાલ મુજબ Canada એ પણ ભારતના 6 રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું છે.
આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પણ પરત બોલાવ્યા છે. વાસ્તવમાં, આ કાર્યવાહી ટ્રુડો સરકાર દ્વારા રવિવારે મોકલવામાં આવેલા પત્ર બાદ કરવામાં આવી છે. જેમાં કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય કેટલાક રાજદ્વારીઓના નામ શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Starship: ટેક્સાસમાં પાંચમું પરીક્ષણ સફળ
જોકે કેનેડિયન નાગરિક વિશે માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહી છે. તેના એક દિવસ બાદ સોમવારે સાંજે 6 વાગ્યે ભારતે કડક વલણ અપનાવ્યું હતું અને કેનેડાના રાજદૂતને બોલાવીને કહ્યું હતું કે, ‘કેનેડા દ્વારા કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.’ આ પછી ભારતે કેનેડામાં પોતાના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવવાની માહિતી આપી હતી.