Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeRELIGIONવાસ્તુ ટીપ્સ એવી, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી

વાસ્તુ ટીપ્સ એવી, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી

આ વાસ્તુ ટીપ્સ આપનું જીવન બદલી નાખશે. ઘરમાં વસ્તુઓની ગોઠવણમાં નાનામાં નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

Share:

ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ પ્રમાણે ઘરમાં વસ્તુઓની ગોઠવણ જરૂરી છે. અહીં આજે વાત કરવાની છે, ઘર આંગણે અથવા મુખ્ય દ્વાર પર મુકેલી વસ્તુઓની.

જો આપ વાસ્તુમાં વિશ્વાસ રાખતા હોય તો આજે જ હટાવી દો ઘરના આંગણામાં કે ઘરના મુખ્ય દ્વાર પર મુકેલી આ 5 વસ્તુઓ. કેમ કે તેનાથી લક્ષ્મીજી થઇ જાય છે નારાજ અને ઘરધણી થઈ જાય છે કંગાળ.

જો આપના ઘરમાં કોઇ પરિવારજન વારંવાર માંદુ રહેતું હોય, એક પછી એક ઘરનો સભ્ય હોસ્પિટલના બિછાને જતો હોય અને રૂપિયા ઘરમાં આવતા જ બહાર વપરાઇ જતાં, ઘરમાં શાંતિનો અભાવ હોય. હંમેશા કંકાસભર્યું વાતાવરણ જ રહેતું હોય તો અહીં આપેલી વાસ્તુ ટીપ્સ આપે ચોક્કસ અપનાવવી જોઇએ.

Vastu Tips For Home: ઘણી બધી વખત એવું થાય છે કે દિવસ રાત મહેનત કરવા છતાં પણ માણસોને તેમની મહેનતનું ફળ નથી મળતું. ઘરમાં બિમારીનો માહોલ રહ્યા કરે છે. ઘરમાં અવાર નવાર કલેહ થતો રહે છે, અને પૈસાનું નુકસાન થતું રહે છે. આમાં ઘરના માણસોની કોઇ ભૂલ હોતી નથી, પરંતુ ઘરનો વાસ્તુ દોષ જવાબદાર રહે છે. જો તમે પણ પરિષ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોવ તો વાસ્તુ દોષ નિવારણ માટે અપનાવો આ 5 ઉપાય.

  1. કાંટાળા પ્લાન્ટ ઘરમાં ન લગાવવા જોઇએઃ
    ઘણા લોકો ઘરના ડેકોરેશન માટે અલગ-અલગ પ્રકારના કાંટાવાળા પ્લાન્ટ ઘરમાં લગાવતા હોય છે, કે ઘરના મુખ્ય દ્વાર પર મુકતા હોય છે. વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ ઘરની અંદર કે ઘરના મુખ્ય દ્વાર પર કાંટાળા પ્લાન્ટ ન લગાવવા જોઇએ. જેને ઘણું અશુભ માનવામાં આવે છે. આ માટે તમે કાંટાળા છોડને ઘરમાંથી ઝાકારો આપી દો.
  2. ઘરના મુખ્ય દ્વાર સામે વીજળીનો થાંભલો ન હોવો જોઇએઃ
    જો તમારા ઘરની સામે વીજળીનો થાંભલો હોય તો તેને જલ્દીથી હટાવી લેવડાવો. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની સામે વીજળીનો થાંભલો હોવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. વીજળીનો થાંભલો ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને રોકે છે. તેના લીધે ઘરના સભ્યોમાં મનદુ:ખ થયા કરે છે. જેનાં કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક રહે છે.
  3. ઘરના સામેના રસ્તા કરતા નીચુ મકાન ન હોવું જોઇએ:
    વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે તમારા ઘરની સામેથી જે રસ્તો નીકળતો હોય તેના કરતા તમારૂં ઘર થોડું ઉંચુ હોવું જોઇએ. જો તમારું ઘર એ રસ્તા કરતા નીચું હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જેના કારણે ગૃહ કલેસ અને આર્થિક નુકસાન થવા લાગે છે. આ કારણથી તમે નવું ઘર લો કે ઘરનું સમાર કામ કરાવો ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરનું આંગણું સામેના રસ્તા કરતા એક કે બે ઇંચ ઉંચુ હોય.
  4. ઘરની સામે ગંદુ પાણી જમા ન થવા દોઃ
    ઘરની સામે ગંદુ પાણી જમા ન થવા દેવુ. ઘરની સામે ગંદુ પાણી જમા થવાના કારણે ઘરની અંદર આવતી સકારાત્મક ઉર્જા નકારાત્મક થઇ જાય છે. જેના કારણે પરિવારના સભ્યો બીમાર રહે છે અને ઘરમાં માંદગી રહ્યા કરે છે. ઘરની સામે ગંદુ પાણી રહેવાને કારણે ઘરમાં ગંદી વાસ આવ્યા કરે છે જેનાં કારણે માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરતા નથી.
  5. મુખ્ય દરવાજા સામે કચરાનો ઢગલો ન કરોઃ
    રોજ સવારે ઘરની સફાઇ કરીને કચરો કચરા પેટીમાં નાખવો જોઇએ. આ એક સારી આદત છે પણ તેનો ભરાવો ન થવા દો. ઘરના મુખ્ય દ્વાર પર કચરો રાખવો જોઇએ નહી. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કચરાના ભરાવાને અશુભ માનવામાં આવે છે. જ્યાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીનો વાસ શક્ય નથી. એટલું જ નહીં ઘરની સામે કચરાપેટી હોવાથી પણ ઘરમાં ગરીબી આવે છે, સાથે સાથે ઘરમાં કંકાસ, પૈસાનું નુકસાન થયા કરે છે.

તો ધ્યાન રાખો ખાસ આ 5 બાબતોનું અને પોતાના ઘર ને રાખો વાસ્તુ શાસ્ત્ર દોષથી મુક્ત. જો આપ આ પાંચ ટીપ્સને અનુસરશો તો આપના ઘરમાં સુખ, સમૃદ્ધી અને શાંતિ આપોઆપ આવશે. અને આપ તેનો અનુભવ પણ કરશો.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments