કેન્દ્ર સરકારે બુધવારે United Payment Interface (UPI) ને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાને એક વર્ષ સુધી લંબાવી છે. આ યોજના 31 માર્ચ, 2026 સુધી ચાલુ રહેશે અને તેના પર અંદાજે 1,500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી Ashwini Vaishnaw એ કહ્યું કે આ યોજના હેઠળ નાના દુકાનદારોને રૂપે ડેબિટ કાર્ડ અને BHIM-UPI દ્વારા રૂ. 2,000 સુધીના પર્સન ટુ મર્ચન્ટ (P2M) વ્યવહારો કરવા પર 0.15% પ્રોત્સાહન મળશે. પર્સન ટુ મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન એટલે વેપારી અને ગ્રાહક વચ્ચે કરવામાં આવેલ UPI ટ્રાન્ઝેક્શન. આ સ્કીમ 1 એપ્રિલ 2021થી લાગુ થશે. RuPay ડેબિટ કાર્ડને પ્રમોટ કરવાથી વૈશ્વિક પેમેન્ટ કંપનીઓ Visa અને MasterCard પર સીધી અસર પડશે.

સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2025-26માં 20,000 કરોડના વ્યવહારો પૂર્ણ કરવાનું છે. તેમજ UPI ને નાના શહેરો અને ગામડાઓમાં પ્રમોટ કરવું પડશે. અગાઉ, RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સ પર વેપારી ડિસ્કાઉન્ટ રેટ ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો હતો. હવે, આ નવી પ્રોત્સાહક યોજના સાથે, દુકાનદારોને UPI પેમેન્ટ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું, ‘UPI ચુકવણી એ દુકાનદારો માટે સરળ, સુરક્ષિત અને ઝડપી ચુકવણી સેવા છે. ઉપરાંત, પૈસા કોઈપણ વધારાના શુલ્ક વિના સીધા બેંક ખાતામાં આવે છે.’
આ પણ વાંચો – Sunita Williams: 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા
ભારતમાં RTGS અને NEFT ચુકવણી સિસ્ટમ RBI દ્વારા સંચાલિત છે. IMPS, RuPay, UPI જેવી સિસ્ટમ્સ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત થાય છે. સરકારે 1 જાન્યુઆરી, 2020 થી UPI વ્યવહારો માટે શૂન્ય-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું હતું.