Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeBUSINESSUnion Budget: આવતીકાલે રચાશે ઈતિહાસ!

Union Budget: આવતીકાલે રચાશે ઈતિહાસ!

Share:

નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે Union Budget 2024-25 માટે સતત સાતમું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આ સાથે તે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે. નિર્મલા સીતારમણ આવતા મહિને 65 વર્ષના થશે. તેમને 2019માં ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણાંમંત્રી બનાવવામાં આવી હતી. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી ટર્મમાં ભારે જીત મેળવી હતી. ત્યારથી, સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા છે.

Union Budget 2024-25 (એપ્રિલ 2024 થી માર્ચ 2025) માટેનું સંપૂર્ણ બજેટ તેમનું સતત સાતમું બજેટ હશે. તે મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે, જેમણે 1959 અને 1964 વચ્ચે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો: Union Budget 2024: બજેટ પહેલા કેમ થાય છે હલવા સેરેમની?

સૌથી વધુ બજેટ રજૂ કરનાર વ્યક્તિ
  • સૌથી વધુ બજેટ રજૂ કરવાની રેકોર્ડ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના નામે છે. તેમણે પ્રધાન જવાહરલાલ નેહરુ અને બાદમાં વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં નાણાંમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કુલ 10 બજેટ રજૂ કર્યા છે.
સૌથી લાંબુ બજેટ ભાષણ
  • નિર્મલા સીતારામણ સૌથી લાંબુ બજેટ ભાષણનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ તેમનું બજેટ ભાષણ બે કલાક અને 40 મિનિટ ચાલ્યું હતું. તે સમયે, તેમણે બે પાના બાકી રાખીને તેમનું ભાષણ ટૂંકું કર્યું.
સૌથી ટૂંકું બજેટ ભાષણ
  • 1977માં હિરુભાઈ મુલજીભાઈ પટેલનું વચગાળાનું બજેટ ભાષણ માત્ર 800 શબ્દોનું અત્યાર સુધીનું સૌથી ટૂંકું બજેટ ભાષણ છે.
બજેટની રજૂઆતની તારીખ
  • 2017માં બજેટની રજૂઆતની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી, જેથી સરકારને માર્ચના અંત સુધીમાં સંસદીય મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની અને 1 એપ્રિલના રોજ નાણાકીય વર્ષની શરૂઆતથી બજેટને અમલમાં મૂકવાની મંજૂરી મળી શકે.
  • 29 ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆતનો અર્થ એ થયો કે સંસદીય મંજૂરીની પ્રક્રિયાના 2-3 મહિના પછી, મે/ જૂન પહેલાં અમલીકરણ શરૂ થઈ શકતું નથી.

Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments