આજે ભારતના ચૂંટણી પંચ અને દેશની ચૂંટણી પ્રક્રિયા માટે પણ મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે, Supreme Court એ VVPAT મેચિંગની માંગ કરતી વિરોધ પક્ષોની અરજીને ફગાવી દીધી છે. EVM-VVPAT ના 100 ટકા મેચિંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર લાંબી સુનાવણી બાદ આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આપ્યો ચુકાદો
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની સુનાવણી પૂરી કરી હતી. Supreme Court એ એક મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે. EVM-VVPAT નું 100 ટકા વેરિફિકેશન કરવામાં આવશે નહીં. VVPAT સ્લિપ 45 દિવસ સુધી સુરક્ષિત રહેશે. આ સ્લિપ ઉમેદવારોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે.
ખર્ચ ઉમેદવારોએ પોતે ઉઠાવવો પડશે
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ચૂંટણી બાદ સિમ્બોલ લોડિંગ યુનિટને પણ સીલ કરીને સુરક્ષિત કરવામાં આવે. તે પણ નિર્દેશ આપવામાં આવ્યો કે ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત પછી ટેકનિકલ ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે જે ચૂંટણીની જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાય છે. આ નિર્ણય આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે VVPAT વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારોએ પોતે ઉઠાવવો પડશે. જો કોઈ પણ પરિસ્થિતિમાં EVM સાથે છેડછાડ થાય અથવા EVMને કોઈ પ્રકારનું નુકસાન થાય તો તેનું વળતર પણ ચૂકવવું પડશે.
રેન્ડમલી સિલેક્ટેડ EVMની ચકાસણી
ઉલ્લેખનીય છે કે, હાલમાં VVPAT વેરિફિકેશન હેઠળ, લોકસભા મતવિસ્તારની દરેક વિધાનસભાના માત્ર પાંચ મતદાન મથકોના EVM મત VVPAT સાથે મેચ થાય છે. આ કારણે, આ મહિને સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં માત્ર પાંચ રેન્ડમલી સિલેક્ટેડ EVMની ચકાસણી કર્યા બાદ તમામ EVMની ગણતરી કરવાની અરજી પર ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી.
આ પણ વાંચો: BJP VS CONGRESS: સંકલ્પ પત્ર VS ન્યાય પત્ર..