શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળી રહ્યો છે. Stock Market Crashes ના કારણે Sensex 3000 પોઈન્ટ (4%) ડાઉન છે અને 72,300 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. Nifty 900 પોઈન્ટ (4.50%) નીચે છે. તે 22,000 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેર ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઈન્ફોસીસ લગભગ 10% નીચે છે. ટેક મહિન્દ્રા, HCL ટેક અને L&T પણ 8% ઘટ્યા છે. NSE સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 8% ઘટ્યો છે. IT, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર ઈન્ડેક્સમાં લગભગ 7%નો ઘટાડો છે. ઓટો, રિયલ્ટી અને મીડિયા ઈન્ડેક્સ 5% થી વધુ નીચે છે.
આ પણ વાંચો – Ghibli: શું છે આ? જેની વિશ્વભરમાં છે ચર્ચા
સેન્સેક્સ 4 એપ્રિલે 930 પોઈન્ટ (1.22%) ઘટીને 75,364 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 345 પોઈન્ટ (1.49%) નો ઘટાડો જોવા મળ્યો હતો, તે 22,904 ના સ્તર પર બંધ થયો હતો. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 6.56% ઘટ્યો હતો. ફાર્મા, રિયલ્ટી અને આઈટી ઈન્ડેક્સ લગભગ 4% ઘટ્યા હતો. ઓટો, મીડિયા ઈન્ડેક્સ લગભગ 3% ઘટ્યા.
Stock Market Crashes ના મુખ્ય કારણો
- America એ ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત સિવાય ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઈવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે.
- China એ પણ શુક્રવારે અમેરિકા પર 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી. નવી ટેરિફ 10 એપ્રિલથી લાગુ થશે. બે દિવસ પહેલા યુએસ રાષ્ટ્રપતિ Donald Trump સમગ્ર વિશ્વમાં Tit-for-Tat Tariff લાદ્યા હતા. જેમાં ચીન પર 34% વધારાની ટેરિફ લાદવામાં આવી હતી. હવે ચીને એ જ ટેરિફ અમેરિકા પર લાદી છે.
- જો ટેરિફને કારણે માલ મોંઘો થશે, તો લોકો ઓછી ખરીદી કરશે, જે અર્થતંત્રને ધીમું કરી શકે છે. તેમજ માંગ ઘટવાના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ નબળી આર્થિક પ્રવૃત્તિની નિશાની છે. તેનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે.