Tuesday, 29 Apr, 2025
spot_img
Tuesday, 29 Apr, 2025
HomeENTERTAINMENTBOLLYWOODSonakshi: સોનાક્ષી-ઝહીરના લગ્નનું આમંત્રણ, લાલ વસ્ત્રો ન પહેરવા વિનંતી

Sonakshi: સોનાક્ષી-ઝહીરના લગ્નનું આમંત્રણ, લાલ વસ્ત્રો ન પહેરવા વિનંતી

Share:

અભિનેત્રી Sonakshi તેના લગ્નને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે શત્રુઘ્ન સિંહાની દીકરી Sonakshi 23 જૂને અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ લગ્નને લગતા ઘણા અપડેટ્સ દરરોજ સામે આવી રહ્યા છે.

હવે એક ડિજિટલ વેડિંગ કાર્ડ લીક થયું છે જે સોનાક્ષી અને ઝહીરના લગ્નનું હોવાનું કહેવાય છે, જો કે બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી નથી. આ કાર્ડમાં સોનાક્ષી અને ઝહીર દેખાતા નથી, માત્ર તેમના ફોટા છે. કાર્ડમાં એક ઓડિયો મેસેજ ચાલી રહ્યો છે જે સોનાક્ષી અને ઝહીરના અવાજમાં છે.

Sonakshi

લગ્નના આમંત્રણમાં સોનાક્ષી અને ઝહીર કહે છે – ‘એ સમય આવી ગયો છે જ્યારે અમે એકબીજાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડથી હવે સત્તાવાર રીતે પતિ-પત્ની બનીશું.’ ઝહીર કહે છે- ‘અમે અત્યાર સુધીના સાત વર્ષ હાસ્ય, ખુશી અને પ્રેમ સાથે વિતાવ્યા છે. હવે આ ઉજવણી તમારા બધા વિના અધૂરી છે, તેથી તમે 23 જૂને જે કંઈ પણ કરી રહ્યા છો, તેને છોડી દો અને અમારી સાથે પાર્ટી કરો.’

મળતી માહિતી અનુસાર સોનાક્ષી સિંહા આ મહિનાની 23 તારીખે દુલ્હન બનવા જઈ રહી છે. રિપોર્ટનું માનીએ તો સોનાક્ષી સિંહા એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવાની છે અને તેમના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા છે. સોનાક્ષી સિન્હાના લગ્નમાં પરિવારના લોકો, નજીકના મિત્રો અને હીરા મંડીની સ્ટાર કાસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. સોનાક્ષી અને ઝહીરના લગ્ન માટે ડ્રેસ કોડ ફોર્મલ કપડાં રાખવામાં આવ્યા છે. આ લગ્ન મુંબઈમાં જ થવાના છે તેવી પણ ચર્ચા છે.

બોલિવૂડની અગ્રણી અભિનેત્રીઓમાંની એક સોનાક્ષી સિન્હાએ પોતાના શાનદાર અભિનયથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. તેના બોયફ્રેન્ડ, અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન સંભવિત તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: G7 Summit: PM મોદી ઈટાલી માટે રવાના, મેલોની કરશે સ્વાગત


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments