Ramoji Rao ને કોઈ ઓળખની જરૂર નથી. તેમનું યોગદાન પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં અમીટ છાપ છોડી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રામોજી રાવ લાંબા સમયથી હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. શનિવારે રાત્રે 3.45 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેમના નિધન પર ઘણા દિગ્ગજ કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. રામોજી ફિલ્મ સિટીના સ્થાપક Ramoji Rao ના અંતિમ સંસ્કાર, હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી ખાતે કરવામાં આવ્યા.
આંધ્ર પ્રદેશ સરકારે 9 અને 10 જૂનને આદરમાં શોકના દિવસો તરીકે જાહેર કર્યા છે, જેમાં તમામ સત્તાવાર ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને તમામ સત્તાવાર મનોરંજન પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે. TDPના વડા એન ચંદ્રબાબુ નાયડુ હૈદરાબાદમાં ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવના અંતિમ સંસ્કારમાં હાજરી આપી છે.
પ્રધાનમંત્રી મોદીએ સંવેદના વ્યક્ત કરી
શ્રી રામોજી રાવનું અવસાન અત્યંત દુઃખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મોની દુનિયા પર અમીટ છાપ છોડી છે. તેમના નોંધપાત્ર પ્રયાસો દ્વારા, તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા.
રામોજી રાવ ભારતના વિકાસ પ્રત્યે અત્યંત ઉત્સાહી હતા. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાર્તાલાપ કરવાની ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
આ પણ વાંચો: NDA: 9 જૂને સાંજે 7.15 વાગ્યે પ્રધાનમંત્રી લેશે શપથ