Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeGUJARAT NEWSRajkot Game Zone Tragedy: મુખ્ય આરોપી પ્રકાશ હિરણનું મોત

Rajkot Game Zone Tragedy: મુખ્ય આરોપી પ્રકાશ હિરણનું મોત

Share:

Rajkot Game Zone Tragedy ના આરોપી પ્રકાશ હિરણ વિશે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં પ્રકાશ હિરણ પોતે પણ ભડથું થઇ ગયો હતો. ગાંધીનગર FSLમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું કહ્યું હતું. જેના પછી પોલીસે તેની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં માતાનુ DNA પ્રકાશના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું છે. જેના કારણે Rajkot Game Zone Tragedy માં આરોપી પ્રકાશનું પણ મોત થયું હોવાનું સ્પષ્ટ થઇ જાય છે.

27મી તારીખે સૌથી પહેલા દિવ્ય ભાસ્કરે પ્રકાશના મોત અંગે આશંકા વ્યક્ત કરતો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેના પર હવે FSLની મહોર લાગી ગઇ છે. જ્યારે આગ લાગી ત્યારે પ્રકાશ ગેમ ઝોનમાં જ હાજર હતો અને આગ બુજાવતો હોય તેવા CCTV સામે આવ્યા હતા. આ ઘટના બાદ પ્રકાશના કોન્ટેક્ટ નંબર સ્વીચ ઓફ આવતા હતા અને તેની કાર પણ ઘટના સ્થળે જ પડેલી હતી. બે દિવસથી પ્રકાશનો કોઇ સંપર્ક ન થતાં તેના ભાઇએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને એક અરજી આપી પ્રકાશ લાપતા હોવાનું કહ્યું હતું.

પ્રકાશ હિરણ મૂળ રાજસ્થાનનો વતની

પ્રકાશ હિરણ મૂળ રાજસ્થાનનો વતની છે અને અલગ-અલગ ગેમ ઝોનમાં મશીનરીમાં તેનું રોકાણ છે. ટીઆરપી ગેમ ઝોનમાં મોટાભાગની તેની ભાગીદારી છે. વહીવટી તંત્ર પાસેથી અલગ-અલગ ગેમ ઝોન માટે જે ડિલ કરવાની હોય એ કામગીરી પ્રકાશ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. નીતિન જૈન પણ રાજસ્થાનનો વતની છે. જે પ્રકાશ હિરણના મિત્રવર્તુળમાં છે. એટલે જ તેને ગેમ ઝોનમાં મેનેજર તરીકે રાખ્યો હતો.

આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરી છે. તો બીજી તરફ ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં દલીલો બાદ કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: Rajkot: TRP ગેમઝોનમાં હોમાઈ અનેક જિન્દગી…


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments